નાગપુરમાં નીતિન ગડકરીના ઘરને બૉમ્બથી ઉડાડી દેવાની ધમકી આપનાર પકડાયો

04 August, 2025 01:06 PM IST  |  Nagpur | Gujarati Mid-day Correspondent

જે નંબર પરથી કૉલ આવ્યો હતો તેની વિગતો મેળવીને થોડા જ કલાકમાં ઉમેશ રાઉત નામના આારોપીની બીમા દવાખાના વિસ્તારના તુલસીબાગ રોડ પરથી ધરપકડ કરવામાં આવી હતી

નીતિન ગડકરી

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના ઘરને ૧૦ મિનિટની અંદર ઉડાડી દેવાની ધમકી આપનાર આરોપીને નાગપુરના તુલસીબાગ રોડ પરથી ઝડપી લેવામાં આવ્યો છે. નાગપુરના નાયબ પોલીસ કમિશનર એસ. હૃષીકેશ રેડ્ડીએ કહ્યું હતું કે શહેરના કન્ટ્રોલ રૂમના નંબર ૧૧૨ પર એક અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેના કહેવા મુજબ નીતિન ગડકરીના ઘર ગડકરી મહલમાં તેણે બૉમ્બ મૂક્યો છે, જે ૧૦ મિનિટની અંદર ફાટશે. આ બાતમીને કારણે ગડકરી મહલની સુરક્ષા વધારી દેવામાં આવી હતી અને બૉમ્બ-સ્ક્વૉડને રવાના કરવામાં આવી હતી. જોકે તેમના પરિસરમાંથી કોઈ વિસ્ફોટક મળ્યા નહોતા. ખોટી ધમકી આપનારને શોધવાની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી. જે નંબર પરથી કૉલ આવ્યો હતો તેની વિગતો મેળવીને થોડા જ કલાકમાં ઉમેશ રાઉત નામના આારોપીની બીમા દવાખાના વિસ્તારના તુલસીબાગ રોડ પરથી ધરપકડ કરવામાં આવી હતી.પોલીસે પૂછપરછ કરતાં માલૂમ પડ્યું હતું કે આરોપી કોઈ ક્રિમિનલ રેકૉર્ડ ધરાવતો નથી. દારૂની દુકાનમાં તે સર્વરનું કામ કરે છે. આવા કૃત્ય પાછળનો ઇરાદો જાણવા માટેની પૂછપરછ ચાલુ હોવાનું પોલીસે ઉમેર્યું હતું.

nitin gadkari nagpur bomb threat mumbai police news mumbai mumbai news maharashtra government Crime News mumbai crime news