કારના બોનેટ પર સૂતેલી વ્યક્તિ અને ડ્રાઇવરની ધરપકડ

11 June, 2025 10:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બે આરોપીઓની બેફામ ડ્રાઇવિંગ તેમ જ જીવને જોખમમાં નાખે એવું કૃત્ય કરવા બદલ અટકાયત કરવામાં આવી છે.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

૩ દિવસ પહેલાં બાંદરાના કાર્ટર રોડ પરથી પસાર થતી એક સફેદ રંગની ઇલેક્ટ્રિક કારના બોનેટ પર સૂતેલી વ્યક્તિનો વિડિયો વાઇરલ થયો હતો. ખાર પોલીસે આ સંદર્ભે કાર્યવાહી કરીને બે વ્યક્તિની ધરપકડ કરી છે. ખાર પોલીસે ટેક્નિકલ ઇન્વેસ્ટિગેશન કરીને કાર ચલાવનાર ડ્રાઇવર અને કારના બોનેટ પર સૂતેલી વ્યક્તિને શોધી કાઢી હતી. આ સ્ટન્ટ કરવા પાછળનો તેમનો હેતુ હજી સુધી સ્પષ્ટ થયો નથી. ભારતીય ન્યાય સંહિતા અને મોટર વેહિકલ ઍક્ટની કલમો હેઠળ બે આરોપીઓની બેફામ ડ્રાઇવિંગ તેમ જ જીવને જોખમમાં નાખે એવું કૃત્ય કરવા બદલ અટકાયત કરવામાં આવી છે.

mumbai news mumbai mumbai police khar carter road Crime News