11 May, 2026 09:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
માહુલ નાળું
વર્ષોથી વડાલામાં માહુલ નાળામાં ટનબંધ તરતો કચરો જોવા મળ્યો છે જે છેવટે અરબી સમુદ્રમાં ઠલવાય છે. આ અઠવાડિયે એ ઉપેક્ષિત નાળામાં એક અસામાન્ય બાબત જોવા મળી હતી. ક્રેન અને ફ્લોટિંગ પ્લૅટફૉર્મનો ઉપયોગ કરતા કામદારોએ પ્લાસ્ટિક અને કાટમાળ દરિયાકાંઠે પહોંચે એ પહેલાં એને રોકવા માટે રચાયેલો ૫૭ મીટર લાંબો ફ્લોટિંગ ટ્રૅશ બ્રૂમ ગોઠવ્યો હતો.
ભારત ક્લીન રિવર્સ ફાઉન્ડેશન અને BMC દ્વારા સંયુક્ત રીતે શરૂ કરાયેલી સ્વદેશી ટ્રૅશ કૅચ અથવા ટ્રૅશ બ્રૂમ ફ્લોટિંગ કન્વેયર સિસ્ટમની જેમ કામ કરે છે, જે નાળામાંથી વહેતો કચરો, પ્લાસ્ટિકની બૉટલ, ઝભલાથેલીમાં ભરાયેલો કચરો વગેરે અટકાવે છે અને એને એક બાજુએ રોકી દે છે. ફાઉન્ડેશનના જણાવ્યા મુજબ વડાલા ઇન્સ્ટૉલેશનથી મુંબઈના દરિયામાં પ્રવેશતા લગભગ ૨૦૦ ટન કચરાને અટકાવવામાં મદદ મળશે એવી અપેક્ષા છે.