14 August, 2025 12:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
માહિમમાં રસ્તા પર પડેલું ઝાડ અને એની નીચે કચડાયેલી ટૅક્સી. તસવીરો : આશિષ રાજે
માહિમમાં આવેલા એલ. જે. રોડ પર શોભા હોટેલ નજીક મોટું ઝાડ અચાનક રસ્તા પર પડ્યું હતું. એ સમયે ત્યાં ઊભેલી એક ટૅક્સી ઝાડ નીચે કચડાઈ ગઈ હતી અને ડ્રાઇવરને ગંભીર ઈજા પહોંચી હતી. બુધવારે સવારે ૧૦ વાગ્યાની આસપાસ બનેલા આ બનાવને પગલે એલ. જે. રોડ પર અમુક સમય સુધી વાહનચાલકોને અગવડ પડી હતી. ફાયર-બ્રિગેડ અને મહાનગરપાલિકાના કર્મચારીઓએ થડને કાપીને ટૅક્સીમાંથી ડ્રાઇવરને બહાર કાઢ્યો હતો. સલમાન ખાન નામના ૩૫ વર્ષના ડ્રાઇવરને બાંદરાની ભાભા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બપોર સુધી ઝાડને રસ્તા પરથી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.