07 May, 2026 07:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રોડ-સેફ્ટીને મજબૂત કરવા અને ડ્રાઇવરોને ટ્રેઇનિંગ આપવા માટે કેન્દ્ર સરકારે કલ્યાણમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડ્રાઇવિંગ ટ્રેઇનિંગ ઍન્ડ રિસર્ચ (IDTR) સ્થાપવા માટે મંજૂરી આપી દીધી છે. પુણે, નાગપુર અને લાતુર બાદ રાજ્યમાં આ પ્રકારની આ ચોથી સંસ્થા હશે.
કલ્યાણમાં પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મૉડલ હેઠળ એ તૈયાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો કુલ અંદાજિત ખર્ચ ૧૮.૪૨ કરોડ રૂપિયા છે, જેમાં કેન્દ્ર સરકાર ૧૭.૨૫ કરોડનો હિસ્સો આપશે. બાકીના ૧.૧૭ કરોડ પ્રાઇવેટ પાર્ટનર ભાસ્કરરાવ મહાજન સોશ્યલ, એજ્યુકેશનલ ઍન્ડ કલ્ચરલ ઑર્ગેનાઇઝેશન દ્વારા ભોગવવામાં આવશે.
આ ઇન્સ્ટિટ્યૂટ કલ્યાણ-અહિલ્યાનગર હાઇવે અને મુંબઈ-નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસવેની નજીક હોવાથી વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્ત્વની છે.
આ સંસ્થામાં કમર્શિયલ અને પ્રાઇવેટ વ્હીકલ ડ્રાઇવરો માટે ઍડ્વાન્સ ટ્રેઇનિંગ, સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને રિસર્ચ કરાવવામાં આવશે જે માર્ગ-અકસ્માતો ઘટાડવામાં મદદરૂપ સાબિત થશે.