✕

શોભાના ગાંઠિયાની જેમ પડી રહ્યા છે ટ્રાફિક-પોલીસને અપાયેલા બૉડી-કૅમેરા

06 November, 2026 08:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૬૦૦ બૉડી-કૅમનો ઉપયોગ જ નથી થયો, ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ એને વાપરવાની ટ્રેઇનિંગ આપશે

ફાઇલ તસવીર

વિદેશમાં જે રીતે પોલીસોને બૉડી-કૅમેરા (બૉડી-કૅમ) આપવામાં આવે છે એ જ રીતે મહારાષ્ટ્રના રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)ના કર્મચારીઓને પણ બૉડી-કૅમ આપવામાં આવ્યા હતા જેથી કોઈ પણ પરિસ્થિતિ કે દુર્ઘટના દરમ્યાન બધા જ પુરાવા મળી રહે અને ખોટા દાવાઓ ન થાય. જોકે ૬૦ RTOને આપવામાં આવેલા આવા ૬૦૦ બૉડી-કૅમનો ઉપયોગ હજી સુધી થયો નથી. 
એને પગલે હવે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે યુનિફૉર્મ પર પહેરી શકાય એવા બૉડી-કૅમનો ઉપયોગ કઈ રીતે કરવો એ માટે RTOના કર્મચારીઓને ટ્રેઇનિંગ આપવાની શરૂ કરી છે. આ ટ્રેઇનિંગનું પહેલું સેશન બુધવારે ૪ નવેમ્બરે નવી મુંબઈમાં યોજવામાં આવ્યું હતું. જે કર્મચારીઓને ટ્રેઇનિંગ આપવામાં આવી છે તેમણે તેમની સાથે કામ કરનારા સ્ટાફને બુધવારેનો ઉપયોગ કરતા શીખવવાનું રહેશે. 

૬૦ RTO ઑફિસના કર્મચારીઓને આ ટ્રેઇનિંગ-સેશનમાં સામેલ કરવામાં આવ્યા હતા. કોઈ પણ કાર્યવાહી, ઇન્સ્પેક્શન કે અન્ય પગલાં લેવાય ત્યારે પારદર્શકતા જળવાઈ રહે એ માટે 
બૉડી-કેમ ખૂબ જ મહત્ત્વના પુરવાર થઈ શકે છે અને એટલે એનો ઉપયોગ થાય એવો ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટનો આગ્રહ છે. બૉડી-કૅમને કઈ રીતે ઑપરેટ કરવા સહિતની માહિતી સવારે ૧૧ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા દરમ્યાન નવી મુંબઈની સબ-રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસમાં યોજવામાં આવેલા સેશનમાં આપવામાં આવી હતી. મુંબઈ સેન્ટ્રલ, પનવેલ, થાણે, અંધેરી, બોરીવલી, મીરા-ભાઈંદર, કલ્યાણ, વડાલા, પેણ સહિતના RTOના કર્મચારીઓએ આ સેશનમાં ભાગ લીધો હતો. 

mumbai news mumbai regional transport office mumbai traffic police