06 September, 2025 12:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
રાજ્ય સરકારે સંજય ગાંધી નિરાધાર યોજના અને શ્રવણ બાળ યોજના હેઠળ હવે દિવ્યાંગોને આપવામાં આવતી આર્થિક સહાયમાં ૧૦૦૦ રૂપિયાનો વધારો કર્યો છે. અત્યાર સુધી દિવ્યાંગોને ૧૫૦૦ રૂપિયાની સહાય મળતી હતી એને બદલે હવે દર મહિને ૨૫૦૦ રૂપિયાની સહાય સરકાર તરફથી મળશે. એથી દિવ્યાંગોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.
સામાજિક ન્યાય વિભાગે વધારાની સહાય તત્કાળ લાગુ કરવાનું કહ્યું હોવાથી આ વધારેલી સહાય સાથેની રકમનો હપ્તો આ જ મહિનામાં તેમના બૅન્ક-ખાતામાં જમા થઈ જશે. આ સહાયને કારણે તેમનો ઉપચાર, દવાઓ અને રોજબરોજની જરૂરિયાતો પૂરાં થઈ શકશે. સામાજિક ન્યાય અધિકારી કાર્યાલયે આ યોજનાના બધા જ લાભાર્થી દિવ્યાંગોને તેમનાં બૅન્ક-અકાઉન્ટ અપડેટ રાખવા તેમ જ તેમની અરજીઓ પેન્ડિંગ હોય તો એ પ્રોસેસ વહેલી તકે પૂરી કરવા જણાવ્યું છે.