Maharashtra PUC Rates: રાજ્યના તમામ મોટરિસ્ટો માટે મહત્ત્વના સમાચાર: PUC માટે હવે આપવા પડશે આટલા રૂપિયા

24 August, 2026 01:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Maharashtra PUC Rates: મહારાષ્ટ્ર સ્ટેટ પીયુસી સેન્ટર ઓનર્સ એસોસિએશનની માંગણી બાદ અન્ય રાજ્યોના રૅટ્સનો આ મામલે અભ્યાસ કરવામાં આવ્યો હતો. અને આખરે ૨૦ ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

પ્રતીકાત્મક તસવીર

Maharashtra PUC Rates: રાજ્યના તમામ વાહનધારકો માટે અત્યંત મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચાર એ સર્વ લોકો માટે છે જેમની પાસે ટૂ-વ્હીલર્સથી માંડીને કોઈપણ પ્રકારના વેહિકલ્સ છે. આ સમાચાર PUC સર્ટિફિકેટને લઇને છે. PUC એટલે કે પોલ્યુશન અન્ડર કંટ્રોલ માટેનું પ્રમાણપત્ર. રાજ્યના પરિવહન વિભાગે રાજ્યમાં મોટર વાહનોના વાયુ પ્રદૂષણ તપાસ માટે લેવામાં આવતા PUC સર્ટિફિકેટ્સના રૅટમાં વધારો કર્યો છે. ભાવમાં ૨૦ ટકાનો વધારો મંજૂર થયો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. રિપોર્ટ્સ પ્રમાણે નવા સુધારેલા રૅટ્સ રાજ્યના તમામ PUC સેન્ટર્સ પર તાત્કાલિક અસરથી લાગુ કરવાના નિર્દેશ પણ આપવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર સ્ટેટ પીયુસી સેન્ટર ઓનર્સ એસોસિએશનની માંગણી બાદ અન્ય રાજ્યોના રૅટ્સનો આ મામલે અભ્યાસ કરવામાં આવ્યો હતો. અને આખરે ૨૦ ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય પરિવહન વિભાગના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર રાજ્ય PUC કેન્દ્ર માલિકો સંઘે પરીક્ષણ ફીમાં વધારો કરવાની માંગ કરી હતી

PUC સેન્ટર્સ પર ન્યુ રૅટ ચાર્ટ લગાડવો કમ્પલસરી

રિપોર્ટ્સ અનુસાર તમામ PUC સેન્ટરના માલિકોએ (Maharashtra PUC Rates) હવેથી નવા રૅટ્સ પ્રમાણેનું સૂચના બોર્ડ સેન્ટરના મેઇન ભાગમાં અને એ પણ સ્પષ્ટ દેખાય અને વંચાય એ રીતે લગાવવું ફરજિયાત રહેશે. આ સાથે જ જો વાહનચાલકો પાસેથી નક્કી કરેલા રૅટ્સ કરતાં વધુ રકમ વસૂલવામાં તો નથી આવતીને એ તેના પર ધ્યાન રાખવા પરિવહન વિભાગના ફ્લાઈંગ સ્ક્વોડ પથકો દ્વારા સેન્ટર્સ પર ઓચિંતી મુલાકાત લઇને તપાસ અને દેખરેખ રાખવામાં આવશે.

કેન્દ્રીય મોટર વાહન નિયમો અનુસાર રસ્તા પર દોડતા તમામ પેટ્રોલ, ડીઝલ અને સીએનજી વાહનો માટે માન્ય PUC સર્ટિફિકેટ હોવું અત્યંત જરૂરી છે. દંડથી બચવા માટે વાહનચાલકોએ પોતાના વાહનના PUCની માન્યતા ચકાસીને સમયસર નવેસરથી કઢાવી (Maharashtra PUC Rates) લેવું જરૂરી છે.

નવા રૅટ્સ પ્રમાણેનો ચાર્ટ: 

વેહિકલનો પ્રકાર

જૂનો રૅટ

નવો રૅટ

ટૂ-વ્હીલર

₹૫૦

૬૦

પેટ્રોલ થ્રી-વ્હીલર

₹૧૦૦

૧૨૦

પેટ્રોલ / CNG / LPG ફોર-વ્હીલર

₹૧૨૫

૧૫૦

ડીઝલ વાહનો

₹૧૫૦

૧૮૦

નવા રૅટ્સ મુજબ જોઈએ તો ટૂ-વ્હીલર્સ માટે ૫૦  રૂપિયાને બદલે ૬૦ રૂપિયા, થ્રી-વ્હીલર વેહિકલ્સ માટે ૧૦૦ રૂપિયાને બદલે ૧૨૦ રૂપિયા, પેટ્રોલ/સીએનજી ફોર-વ્હીલર વાહનો માટે ૧૨૫ રૂપિયાને બદલે ૧૫૦ રૂપિયા અને ડીઝલ વેહિલક્સ માટે ૧૫૦ રૂપિયાને બદલે ૧૮૦  રૂપિયા વસૂલવામાં આવશે.

PUC સર્ટિફિકેટ્સના (Maharashtra PUC Rates) રૅટ્સ તો વધારવામાં આવ્યા છે પણ મોટરિસ્ટો દ્વારા ઇંધણ, ટોલ, વીમો અને વેહિકલ મેન્ટેનન્સના વધતાં જતાં ખર્ચ વચ્ચે હવે આ નવો વધારાનો બોજ આવી જતાં નારાજગી વ્યક્ત કરી છે. આ સાથે જ મોટરિસ્ટોએ સરકારને રસ્તા પરના ખાડાઓ પુરીને રસ્તાઓની ક્વોલિટી સુધારવા માટે પણ જણાવ્યું છે.

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra air pollution