સુપ્રિયા સુલે મહારાષ્ટ્રના પહેલા ભાવિ મહિલા CM, પાર્ટી ઑફિસ બહાર હૉર્ડિંગ

24 February, 2023 02:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જયંત પાટીલ અને અજિત પવાર પછી ગુરુવારે સુપ્રિયા સુલેના સમર્થકોએ તેમને ભાવી મુખ્યમંત્રી તરીકે પ્રૉજેક્ટ કરતી હૉર્ડિંગ લગાડી છે.

સુપ્રિયા સુળે (ફાઈલ તસવીર)

શરદ પવારના (Sharad Pawar) નેતૃત્વમાં એક દેખાતી એનસીપીની અંદર જૂથ કેટલી ઝડપથી પડી રહ્યા છે, આનો એકમાત્ર પુરાવો મુંબઈમાં બલાર્ડ પીયર સ્થિત એનસીપીની પ્રદેશ ઑફિસ છે. હાલ આ ઑફિસની બહાર એનસીપી નેતાઓને ભાવી મુખ્યમંત્રી જાહેર કરતી હોર્ડિંગ લગાડો સ્પર્ધા ચાલી રહી છે. આના પરથી ખબર પડે છે તે શરદ પવારના નેતૃત્વવાળી પાર્ટીમાં ત્રણ જૂથો વચ્ચે રસ્સીખેંચ ચાલે છે. એક જૂથ શરદ પવારની દીકરી સુપ્રિયા સુલેનું છે. એક જૂથ શરદ પવારના ભત્રીજા અજિત પવારનું છે અને એક જૂથ એનસીપી પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલનું છે. ત્રણેય જૂથના સમર્થક પોત-પોતાના જૂથના નેતાઓને ભાવી મુખ્યમંત્રી પ્રૉજેક્ટ કરવાની સ્પર્ધામાં લાગેલા છે. જયંત પાટીલ અને અજિત પવાર પછી ગુરુવારે સુપ્રિયા સુલેના સમર્થકોએ તેમને ભાવી મુખ્યમંત્રી તરીકે પ્રૉજેક્ટ કરતી હૉર્ડિંગ લગાડી છે.

આ બેનર પર સુપ્રિયા સુલેને મહારાષ્ટ્રના પહેલા ભાવી મહિલા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે કેટલાક કાર્યકર્તાઓએ મુંબઈમાં એનસીપી કાર્યાલયની બહાર આ પોસ્ટર લગાડ્યું હતું. જો કે, હવે સમાચાર છે કે પોલીસે તરત જ પોસ્ટર ખસેડી દીધું. બે દિવસ પહેલા મુંબઈમાં એનસીપીની ઑપિસની બહાર અજિત પવારનું બેનર લગાડવામાં આવ્યું હતું. જેમાં `મહારાષ્ટ્રના ભાવી મુખ્યમંત્રી... એક હી દાદા એકહી વાદા, અજિત દાદા...` લખવામાં આવ્યું હતું. આ પહેલા જયંત પાટિલના જન્મદિવસના બેનરમાં તેમનો પણ મહારાષ્ટ્રના ભાવી મુખ્યમંત્રી તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

અજિત પવાર બોલ્યા ગંભીરતાથી ન લ્યો
જયંત પાટિલ બાદ પોતાના નામનું હૉર્ડિંગ લગાડવા પર અજિત પવારે આને ગંભીરતાથી ન લેવા માટે કહ્યું છે. તેમનું કહેવું છે કે કાર્યકર્તા અતિ ઉત્સાહમાં આવું કરે છે. આથી તેમને સમાધાન મળે છે, પણ એનસીપીમાં નેતાઓ વચ્ચે કોઈ સ્પર્ધા નથી. કારણકે નેતા જાણે છે કે મુખ્યમંત્રી બનવા માટે ઓછામાં ઓછા 145 વિધેયકોનું સમર્થન જોઈએ. જ્યારે અમારા 145 વિધેયક હશે, ત્યારે મુખ્યમંત્રી કોણ હશે એ નક્કી થશે. ત્યાં સુધી આ વાતોને ગંભીરતાથી લેવાની જરૂર નથી.

આ પણ વાંચો : Mumbai-ગોરેગાંવ મેટ્રો સ્ટેશનને રામ મંદિર સ્ટેશન સાથે જોડાશે FOB દ્વારા 

તો એનસીપીના પ્રદેશાધ્યક્ષ જયંત પાટિલે કહ્યું કે મહાવિકાસ આઘાડી આગામી વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડશે. મને વિશ્વાસ છે કે મહાવિકાસ આઘાડી સરકાર ચૂંટણી બાદ સત્તામાં આવશે. પણ મુખ્યમંત્રી કોણ હશે? એ આંકડાઓ પર આધારિત હશે. સાથે જ, જો એનસીપીને સંખ્યાદળ પ્રમાણે મુખ્યમંત્રીનું પદ મળે છે, તો શરદ પવાર નક્કી કરશે કે મુખ્યમંત્રી કોણ બનશે. તેમના શબ્દો અમારે માટે અંતિમ રહેશે.

Mumbai mumbai news nationalist congress party sharad pawar supriya sule ajit pawar maharashtra