03 November, 2025 03:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પંચવટી એક્સપ્રેસની ગોલ્ડન જ્યુબિલી
મુંબઈને નાશિકથી જોડતી પંચવટી એક્સપ્રેસની ગઈ કાલે ગોલ્ડન જ્યુબિલી હતી. ૧૯૭૫ની ૧ નવેમ્બરે પહેલી વાર પંચવટી એક્સપ્રેસ દોડી હતી. રામાયણ સાથે સંકળાયેલા નાશિકના પંચવટીની ગાથાને ધ્યાનમાં રાખીને એ ટ્રેનને પંચવટી એક્સપ્રેસ નામ આપવામાં આવ્યું હતું. રોજેરોજ અનેક પ્રવાસીઓ, યાત્રાળુઓ અને બિઝનેસમેનને તેમના ડેસ્ટિનેશન સુધી પહોંચાડતી પંચવટી એક્સપ્રેસ પ્રવાસીઓની માનીતી હતી. ગઈ કાલે નાશિકમાં એની ગોલ્ડન જ્યુબિલીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી.