Maharashtra:છત્રપતિ સંભાજીનગરમાં રામનવમી પહેલા બે પક્ષો હિંસા પોલીસની ગાડીને આગ ચાંપી

30 March, 2023 10:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

છત્રપતિ સંભાજીનગર (Chhatrapati Sambhaji Nagar)વિસ્તારમાં બે પક્ષો વચ્ચે ઝપાઝડપી થઈ હતી. આ દરમિયાન કેટલાય વાહનમાં આગ લગાવવામાં આવી હતી અને પથ્થરમારો થયો હતો. રોષે ભરાયેલી ભીડે પોલીસના વાહનને પણ આગની ચપેટમાં લીધા હતાં.

પ્રતિકાત્મક તસવીર

મહારાષ્ટ્ર (Maharashtra)ના છત્રપતિ સંભાજીનગર (Chhatrapati Sambhaji Nagar)વિસ્તારમાં બે પક્ષો વચ્ચે ઝપાઝડપી થઈ હતી. આ દરમિયાન કેટલાય વાહનમાં આગ લગાવવામાં આવી હતી અને પથ્થરમારો થયો હતો. રોષે ભરાયેલી ભીડે પોલીસના વાહનને પણ આગની ચપેટમાં લીધા હતાં. જોકે, હાલમાં સ્થિતિ કાબૂમાં છે પણ તણાવભર્યો માહોલ છે. આ ઘટના બુધવારે રાત્રે છત્રપતિ સંભાજીનગરના કિરદપુરા વિસ્તારમાં ઘટી. ભીડને નિયંત્રિત કરવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા અને હળવા બળનો ઉપયોગ કર્યો. હાલ આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

શું છે હિંસાનું કારણ

મીડિયા રિપોર્ટ્સ અનુસા બુધવારે મોડી રાત્રે બે યુવક વચ્ચે એક મંદિર બહાર ઝઘડો થયો હતો. ત્યાર બાદ બંને યુવકોએ પોત-પોતાના સાથીઓને બોલાવ્યા અને ઝપાઝપી શરૂ થઈ. નજીની બાબતે થયેલી આ લડાઈ બાદમાં સાંપ્રદાયિર હિંસામાં પરિવર્તિ હતી. પહેલા બંને પક્ષોમાં પહેલા બંને પક્ષો વચ્ચે ઝપાઝપી થઈ અને પછી બંને તરફથી પથ્થરમારો શરૂ થયો. આ પછી વાહનોને આગ લગાડવામાં આવી હતી. હિંસાની માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચેલ પોલીસ વાહનને પણ આગ ચાંપી દેવામાં આવી હતી.

આ પણ વાંચો: Ram Navami 2023: આ વખતે રામ નવમી પર દુર્લભ યોગ, આ રાશિઓની ચમકશે કિસ્મત

એવું પણ કહેવામાં આવી રહ્યું છે એક પક્ષ દ્વારા બોમ્બમારો કરવામાં આવ્યો હતો. આ હિંસામાં કેટલાય લોકો ઘાયલ થયા છે. જોકે, હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે. પરંતુ માહોલમાં હજી તણાવ છે. સ્થિતિને ધ્યાને રાખી કિરાદપુરામાં ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. છત્રપતિ સંભાજીનગરના પોલીસ કમિશ્નર નિખિલ ગુપ્તાએ જણાવ્યું કે હિંસા દરમિયાન પથ્થરમારો થયો અને પોલીસ વાહનોમાં પણ આગ લગાવવામાં આવી. આગની ચપેટમાં અનેક વાહનો આવી ગયા હતાં. પોલીસે લોકોને વિખેરીને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. 

 

 

 

 

mumbai news maharashtra aurangabad