મહારાષ્ટ્ર-કર્ણાટક સીમાના કેન્દ્રશાસિત પ્રદેશો કેમ ઇચ્છે છે ઠાકરે, ઉઠી નવી માગ

26 December, 2022 09:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અમે કેન્દ્ર સામે એક માગ મૂકવા માગીએ છીએ કે કર્ણાટકના તાબે લીધેલા મહારાષ્ટ્રને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવે."

ઉદ્ધવ ઠાકરે (ફાઇલ તસવીર)

મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા વિવાદ પર પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સામે જૂદી માગ રજૂ કરી છે. તેમણે કેન્દ્રને વિવાદિત સીમા ક્ષેત્રને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવાની માગ કરી છે. ખાસ વાત એ છે કે બન્ને રાજ્યો તરફથી રાજનૈતિક નિવેદનો ચાલુ છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ અને સીએમ એકનાથ શિંદેએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. સોમવારે ઠાકરેએ કહ્યું, "અમે કર્ણાટકની જમીનનો એક ઈન્ચ પણ નથી ઇચ્છતા, પણ અમે અમારી જમીન પાછી માગીએ છીએ... અમે કેન્દ્ર સામે એક માગ મૂકવા માગીએ છીએ કે કર્ણાટકના તાબે લીધેલા મહારાષ્ટ્રને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવે."

મહારાષ્ટ્ર વિધાનસભામાં સીમા વિવાદને લઈને પ્રસ્તાવ રજૂ થયો નથી. તેમણે કહ્યું, "વિપક્ષી દળે સીમા વિવાદ સંબંધે પ્રસ્તાવ રજૂ કર્યો છે. સદનમાં બધા આ વાતથી સહેમત છે." ઠાકરેએ કહ્યું, "આ લડાઈ લગભગ 56 વર્ષોથી ચાલી આવી છે. જ્યારથી ભાષાના આધારે રાજ્યોની વહેંચણી થઈ, ત્યારથી મરાઠી ભાષા સીમાના મૂળમાં છે. ત્યાં અનેક વર્ષોથી રહેતા નાગરિકો મરાઠી ભાષા બોલે છે."

તેમણે કહ્યું, "આ લડાઈ રાજનૈતિક નથી. હું એક પેન ડ્રાઈવ આપીશ. 1970ના સમયમાં સીમાવર્તી વિસ્તારોના લોકો પર એક ફિલ્મ બની હતી કે કેવી રીતે 18મી સદીમાં મરાઠી ભાષાનો ઉપયોગ થતો હતો. આ તે ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાં બન્ને સદનના સભ્યો બતાવવામાં આવ્યા છે."

આ પણ વાંચો : Belagavi સીમા વિવાદ: મહારાષ્ટ્રની એક ઈન્ચ જમીન માટે પણ લડશે સરકાર: ફડણવીસનો દાવો

કર્ણાટક વિધાનસભામાં તાજેતરમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. તો મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રીએ પોતાની વાત ફરી કરી અને પ્રસ્તાવમાં મોડું થવાનું કારણ જણાવ્યું. તેમણે કહ્યું કે સીએમ શિંદેના દિલ્હી જવાને કારણે પ્રસ્તાવમાં મોડું થયું. સદનમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના વિધેયક જયંત પાટિલના સસ્પેન્શનને લઈને વિપક્ષી દળોના સભ્યોએ જબરજસ્ત પ્રદર્શન કર્યું.

Mumbai mumbai news maharashtra uddhav thackeray devendra fadnavis eknath shinde karnataka