30 April, 2026 11:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ પીટીઆઇ
વિદર્ભ સતત કાળઝાળ ગરમીનું કેન્દ્ર બન્યા બાદ હવે અકોલા, નાગપુર અને વર્ધામાં ગરમીનું જોર ઓછું થવાની સંભાવના છે. હવામાન ખાતાની માહિતી મુજબ ચંદ્રપુરમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અકોલા અને નાગપુરમાં તાપમાન ૪૪ ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું. મુંબઈમાં મહત્તમ તાપમાન ૩૪.૨ ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ ૨૫.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મહારાષ્ટ્રમાં ગરમીને કારણે ૬૭ લોકોનાં મૃત્યુ થયાં છે.