12 May, 2021 07:23 AM IST | Mumbai | Somita Pal
મંગળવારે નાયર હૉસ્પિટલ ખાતે ૧૮થી ૪૪ વર્ષના લાભાર્થીઓને રસી અપાઈ હતી. રસીના જથ્થાના અભાવે આ કામગીરી હાલ સ્થગિત કરી દેવાઈ છે.
૧૮થી ૪૪ વર્ષના વયજૂથના લોકો માટે રસીકરણ કાર્યક્રમ સ્થગિત કરવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયથી રાજ્યમાં ડોઝની અછતને કારણે સર્જાયેલો ભયનો માહોલ હળવો થશે એમ આરોગ્ય નિષ્ણાતોએ જણાવ્યું હતું. આ પગલાને આવકારતાં ગ્લોબલ હેલ્થ ઍન્ડ બાયોએથિક્સ રિસર્ચર ડૉ. અનંત ભાને જણાવ્યું હતું, ‘૪૫ વર્ષ કરતાં વધુ વયના, ખાસ કરીને કો-મૉર્બિડિટી ધરાવતા લોકો હાઈ રિસ્ક ગ્રુપ છે. આથી ૪૫ વર્ષથી મોટી વયના લોકો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ૧૮થી ૪૪ વયજૂથના લોકોના રસીકરણ કાર્યક્રમને કામચલાઉ ધોરણે સ્થગિત કરવાનું પગલું ઉચિત છે.’