થાણેમાં કોર્ટના બિલ્ડિંગ માટે રાજ્ય સરકારે ૧૭૨ કરોડ મંજૂર કર્યા

14 February, 2023 09:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સંદર્ભે ગયા અઠવાડિયે સરકારી ઠરાવ પાસ કરાયો અધિકારીએ જણાવ્યું

પ્રતીકાત્મક તસવીર

રાજ્ય સરકારે થાણેમાં કોર્ટના બિલ્ડિંગના બાંધકામ માટે ૧૭૨.૧૩ કરોડ રૂપિયા મંજૂર કર્યા હોવાનું એક અધિકારીએ ગઈ કાલે જણાવ્યું હતું.

૧૦ માળના માળખાના બાંધકામનો પ્રારંભિક ખર્ચ ૭૪.૭૯ કરોડ રૂપિયા અંદાજાયો હતો, જ્યારે રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલા સુધારિત અંદાજ મુજબ ૮ માળના મકાનના બાંધકામના ૧૭૨.૧૩ કરોડ રૂપિયા મંજૂર કરાયા હતા.

આ સંદર્ભે ગયા અઠવાડિયે સરકારી ઠરાવ પાસ કરાયો હોવાનું જણાવતાં અધિકારીએ ઉમેર્યું હતું કે ૮૪.૩૫ કરોડ રૂપિયા બિલ્ડિંગના બાંધકામમાં ખર્ચ કરાશે, જ્યારે ૧૮.૨૨ કરોડ ફર્નિચર માટે ખર્ચાશે. આ ઇમારતમાં રેઇન વૉટર હાર્વેસ્ટિંગ સુવિધા, દિવ્યાંગો માટે રૅમ્પ તથા હાઇડ્રોલિક સ્ટિલ્ટ પાર્કિંગ પણ હશે.

mumbai mumbai news thane