ઝેપ્ટો, બ્લિન્કઇટ અને ઇન્સ્ટામાર્ટ પર FDAની કાર્યવાહી

15 August, 2026 11:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ખાસ ઝુંબેશ હેઠળ કુલ ૮૬ એસ્ટૅબ્લિશમેન્ટની ચકાસણી કરવામાં આવી હતી

ગોરેગામની ફિલ્મસિટીમાં આવેલી બૉલીવુડ કૅફેમાં FDAના નિયમોનું પાલન થતું નહોતું અને અસ્વચ્છતા જોવા મળી હતી.

ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA)એ હવે ઑનલાઇન પ્લૅટફૉર્મ દ્વારા ખાદ્ય સામગ્રીનું ડિસ્ટ્રિબ્યુશન કરતી  ઝેપ્ટો, બ્લિન્કઇટ, ઇન્સ્ટામાર્ટ સામે પણ કાર્યવાહી કરી છે. ૧૩ ઑગસ્ટે આ માટે ચલાવવામાં આવેલી ખાસ ઝુંબેશ હેઠળ કુલ ૮૬ એસ્ટૅબ્લિશમેન્ટની ચકાસણી કરવામાં આવી હતી. એમાંથી અેકને તો તત્કાળ કામકાજ રોકી દેવાનો આદેશ અપાયો હતો, ૬૦ને નોટિસ આપીને સુધારા કરવાનો મોકો અપાયો હતો, ૧૪ (બ્લિન્કઇટ-પાંચ, ઝેપ્ટો-પાંચ, ઇન્સ્ટામાર્ટ-બે, ભગવતી સ્ટોર-૧ અને સ્વિન્સ્ટા એન્ટરપ્રાઇઝિસ પ્રાઇવેટ લિમિટેડ-૧)નાં ફૂડ-લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. એમાં મુંબઈનાં જ ૧૦ એસ્ટૅબ્લિશમેન્ટ હતાં.

સાથે જ ગોરેગામની ફિલ્મસિટીમાં આવેલી બૉલીવુડ કૅફેને પણ નિયમોનું પાલન ન કરવા બદલ અને સ્વચ્છતા ન જાળવવા બદલ નોટિસ ફટકારવામાં આવી હતી.  

food and drug administration swiggy mumbai mumbai news maharashtra news maharashtra goregaon