હવે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવાર કોરોના પોઝિટિવ, ટ્વીટ કરીને આપી માહિતી

27 June, 2022 04:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અગાઉ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે અને રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી પણ કોરોના સંક્રમિત થયા હતા.

ફાઇલ તસવીર

મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપથાલ વચ્ચે રાજ્યના ડેપ્યુટી સીએમ અને NCP નેતા અજિત પવાર કોરોના પોઝિટિવ આવ્યા છે. NCP નેતાએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. અજિત પવારે ટ્વીટ કરીને લખ્યું કે “ગઈકાલે મારો કોરોના ટેસ્ટ થયો જે પોઝિટિવ આવ્યો છે. મારી તબિયત સારી છે અને હું ડૉક્ટરની સલાહ લઈ રહ્યો છું. તમારા બધાના આશીર્વાદથી હું કોરોનાને હરાવીને જલદી જ તમારી સેવામાં આવીશ, જે લોકો મારા સંપર્કમાં આવે છે તેમણે કોવિડના લક્ષણો દર્શાવ્યા બાદ તરત જ તેમનો કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ.”

જણાવી દઈએ કે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી પણ તાજેતરમાં જ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. રવિવારે જ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ભૂતકાળમાં કોવિડ સંક્રમણ છતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સાથે જ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેનો એન્ટિજેન પણ પોઝિટિવ આવ્યો હતો, પરંતુ તેમનો RTPCR નેગેટિવ આવ્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.

mumbai mumbai news maharashtra coronavirus covid19 ajit pawar