05 March, 2026 08:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બદલાપુરની એક સ્કૂલમાં તાજેતરમાં વિદ્યાર્થિની પર થયેલા જાતીય હુમલા જેવા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને રાજ્યની તમામ સ્કૂલોનું નિરીક્ષણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય મહિલા આયોગના નિર્દેશ મુજબ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ રાજ્યની સ્કૂલોમાં સલામતીનાં કેવાં પગલાં લેવામાં આવે છે એ બાબતે નિરીક્ષણ કરશે.
સ્ટેટ ડિરેક્ટરેટ ઑફ એજ્યુકેશન દ્વારા રાજ્યની તમામ સ્કૂલોમાં છેલ્લાં ૩ વર્ષમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે લેવામાં આવેલાં સલામતીનાં પગલાં વિશે વિગતવાર રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
સ્કૂલમાં કૅમ્પસની અંદર સુરક્ષા, છોકરીઓ માટે અલગ ટૉઇલેટની ઉપલબ્ધતા, ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા, ફરિયાદ નિવારણ, કાઉન્સેલિંગ સુવિધાઓ અને સ્ટાફને આપવામાં આવેલી તાલીમ વિશે વિગતો રજૂ કરવાની રહેશે. સ્કૂલોએ જણાવવું પડશે કે અનિચ્છનીય ઘટનાઓ કેવી રીતે રેકૉર્ડ કરી, પેરન્ટ્સને કેવી રીતે જાણ કરવામાં આવી અને દરેક કેસમાં કયાં પગલાં લેવામાં આવ્યાં.