સ્પેશ્યલ સેશનના પહેલા દિવસે ૨૦૦ વિધાનસભ્યોએ મરાઠી, સંસ્કૃત, હિન્દી, ઉર્દૂ અને સિંધી ભાષામાં શપથ લીધા

08 December, 2024 11:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

BJPના ગિરીશ મહાજન, સીના હિરે, પ્રશાંત ઠાકુર, સુધીર ગાડગીળ, નીતેશ રાણે, પ્રતાપ અડસડ અને રામ કદમે સંસ્કૃત ભાષામાં શપથ લીધા હતા

શપથવિધિ માટે વિધાનભવનમાં વ્હીલચૅર પર આવેલા ઘાટકોપર-ઈસ્ટના વિધાનસભ્ય પરાગ શાહ (તસવીર : સૈયદ સમીર અબેદી)

મહારાષ્ટ્ર સરકારના વિધાનસભાના ત્રણ દિવસના સ્પેશ્યલ સેશનમાં ગઈ કાલે રાજ્યના કુલ ૨૮૮માંથી વિવિધ પક્ષોના ૨૦૦ વિધાનસભ્યોને પ્રો-ટેમ સ્પીકરે શપથ લેવડાવ્યા હતા. ૧૯૦ વિધાનસભ્યોએ મરાઠી ભાષામાં શપથ લીધા હતા. ભારતીય જનતા પાર્ટી (BJP)ના ગિરીશ મહાજન, સીના હિરે, પ્રશાંત ઠાકુર, સુધીર ગાડગીળ, નીતેશ રાણે, પ્રતાપ અડસડ અને રામ કદમે સંસ્કૃત ભાષામાં તો સમાજવાદી પાર્ટીના વિધાનસભ્ય અબુ આઝમીએ હિન્દી, ઓવૈસીની પાર્ટી ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના વિધાનસભ્ય મુફ્તી મોહમ્મદ ખાલીકે ઉર્દૂમાં તો ઉલ્હાસનગરની બેઠક પરથી ચૂંટાઈ આવેલા BJPના વિધાનસભ્ય કુમાર અયલાનીએ સિંધી ભાષામાં શપથ લીધા હતા.

assembly elections maharashtra assembly election 2024 maharashtra news maharashtra mumbai mumbai news