આવી રહી છે મહારાષ્ટ્ર ઍમ્બ્યુલન્સ પૉલિસી, રિયલ-ટાઇમ ટ્રૅકિંગ થશે

03 August, 2026 07:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સરકાર દરેક રજિસ્ટર્ડ ઍમ્બ્યુલન્સ માટે એનો ભાડા-ચાર્ટ દર્શાવવાનું ફરજિયાત બનાવવાની યોજના ધરાવે છે.

પ્રતાપ સરનાઇક

ખાનગી ઍમ્બ્યુલન્સ ઑપરેટરો દ્વારા મનસ્વી ભાવોને રોકવા માટે સરકાર દરેક રજિસ્ટર્ડ ઍમ્બ્યુલન્સ માટે એનો ભાડા-ચાર્ટ દર્શાવવાનું ફરજિયાત બનાવવાની યોજના ધરાવે છે.

મહારાષ્ટ્ર સરકાર ટૂંક સમયમાં ઇમર્જન્સી મેડિકલ ટ્રાન્સપોર્ટને વધુ કાર્યક્ષમ અને જવાબદાર બનાવવા માટે એક વ્યાપક ઍમ્બ્યુલન્સ પૉલિસી રજૂ કરશે, જેમાં દરેક રજિસ્ટર્ડ ઍમ્બ્યુલન્સ રિયલ-ટાઇમ ડિજિટલ સર્વેલન્સ હેઠળ આવશે એમ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે શનિવારે જણાવ્યું હતું.

પ્રતાપ સરનાઈકે કહ્યું હતું કે ઍમ્બ્યુલન્સ ફક્ત ટ્રાન્સપોર્ટ વ્હીકલ નથી, મેડિકલ ઇમર્જન્સી દરમ્યાન મહત્ત્વપૂર્ણ લાઇફ-સેવિંગ સર્વિસ છે જેનાથી સમગ્ર મહારાષ્ટ્રમાં એમના ઑપરેશનને રેગ્યુલેટ કરવાનું અને સર્વિસિસમાં સુધારો કરવાનું આવશ્યક બને છે.

RTO અને હેલ્થ ડિપાર્ટમેન્ટ પાસે દરેક રજિસ્ટર્ડ ઍમ્બ્યુલન્સનું રિયલ-ટાઇમ લોકોશન અને ઑપરેશનલ સ્ટેટસ, રિસ્પૉન્સ ટાઇમ, ડ્રાઇવર પર્ફોર્મન્સ, વારંવાર કૉલ રિજેક્શન અને શંકાસ્પદ દુરુપયોગ દર્શાવતું સેન્ટ્રલ ડૅશબોર્ડ હશે જેનાથી વધુ સારી દેખરેખ અને અમલીકરણ શક્ય બનશે.

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra pratap sarnaik