Maharashtra: નાગપુર-પુના હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે ટક્કર, 6ના મોત, 10 ઘાયલ

23 May, 2023 11:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્ર(Maharashtra)માં બે ભયાનક માર્ગ અકસ્માતો(Road Accident) થયા છે. આ અકસ્માતોમાં 12 લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર(Maharashtra)માં બે ભયાનક માર્ગ અકસ્માતો થયા છે. આ અકસ્માતોમાં 12 લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. અહેવાલો અનુસાર, મંગળવારે સવારે નાગપુર-પુના હાઈવે (Nagpur-Pune Highway Accident) પર એક અકસ્માત થયો હતો, જ્યાં એક બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે અને 10 લોકો ઘાયલ થયા છે. દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોમાંથી ઘણાની હાલત ગંભીર છે. 

જયારે આવી જ બીજી ઘટના પણ બની હતી. સોમવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ આ દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માત મહારાષ્ટ્ર (Maharashtra)ના અમરાવતી (Amravati)જિલ્લામાં થયો હતો, જ્યાં દરિયાપુર-અંજનગાંવ રોડ પર એક SUV અને ટ્રકની ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા અને સાત લોકો ઘાયલ થયા હતા.

નાગપુર-પુણે હાઈવે પર બસ ટ્રક સાથે અથડાઈ હતી
મંગળવારે સવારે થયેલો અકસ્માત મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાનો છે. અકસ્માતનો ભોગ બનેલી બસ પુણેથી બુલઢાણાના મહેકર જઈ રહી હતી. આ દરમિયાન બીજી દિશામાંથી આવતી ટ્રકે બસ સાથે સીધી ટક્કર મારી હતી. અથડામણને કારણે બસમાં સવાર સાત લોકોના મોત થયા હતા અને 13 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Mumbai Police: મુંબઈને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસને ટ્વિટર પર મળ્યો મેસેજ

suv ટ્રક સાથે અથડાઈ
બીજી તરફ અમરાવતીના દરિયાપુર-અંજનગાંવ રોડ પર સોમવારે રાત્રે લગભગ 11 વાગ્યે એક SUV કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અહેવાલો અનુસાર, એસયુવીમાં મુસાફરી કરી રહેલા એક જ પરિવારના લોકો ફેમિલી ફંક્શનમાં હાજરી આપીને દરિયાપુર પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન એસયુવી ટ્રક સાથે અથડાઈ હતી. અથડામણને કારણે એસયુવીમાં સવાર પાંચ લોકોના મોત થયા હતા અને સાત ઘાયલ થયા હતા. ઘાયલોને દરિયાપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

mumbai news maharashtra nagpur pune news