28 December, 2024 12:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પાલઘરમાં ટ્રેનની અડફેટે આવતાં બે વ્યક્તિનાં ગઈ કાલે મોત થયાં હતાં.
પાલઘરમાં ટ્રેનની અડફેટે આવતાં બે વ્યક્તિનાં ગઈ કાલે મોત થયાં હતાં, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. અકસ્માતની આ ઘટના ગઈ કાલે રાતે ૮ વાગ્યાની આસપાસ બની હતી. પાલઘરમાં આવેલી મહાવિતરણની ઑફિસથી પાલઘર પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટની ઑફિસ વચ્ચે આવેલી ટ્રૅક પાસેની પગદંડી પરથી ત્રણ જણ જઈ રહ્યા હતા ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલી જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસની એડફેટે આવી ગયા હતા. ઘટનાની જાણ પાલઘર સ્ટેશન-માસ્ટર અને ગવર્નમેન્ટ રેલવે-પોલીસને કરવામાં આવી હતી. ઘાયલોને પાલઘર ગ્રામીણ હૉસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં ડૉક્ટરે બે વ્યક્તિને તપાસીને મૃત જાહેર કરી હતી, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલી એક વ્યક્તિને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી હતી.