નકલી દવાઓના દાનવને ડામવા માટે સરકારે કમર કસી

03 October, 2025 09:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આરોગ્ય વિભાગ સરકારી હૉસ્પિટલોમાં સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન માટે ફ્લાઇંગ સ્ક્વૉડ તૈયાર કરશે

પ્રતીકાત્મક તસવીર

સરકારી હૉસ્પિટલોમાં બનાવટી દવાઓના રૅકેટને પકડવા માટે રાજ્યના આરોગ્ય વિભાગે ફ્લાઇંગ સ્ક્વૉડ બનાવીને સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન કરવાનો નિર્ણય લીધો છે. બનાવટી અને હલકી ગુણવત્તાવાળી દવાઓને તાત્કાલિક પારખી શકે એવાં આધુનિક મશીનોની મદદથી સરકારી હૉસ્પિટલોમાં અપાતી દવાઓને ચકાસવામાં આવશે. જો નિર્ધારિત ગુણવત્તાથી હલકી ગુણવત્તાની દવાઓ હોવાની જાણ થશે તો જવાબદાર અધિકારી, સપ્લાયર્સ અને ઉત્પાદક કંપનીઓ સામે ક્રિમિનલ કેસ નોંધવામાં આવશે એમ આરોગ્યપ્રધાન પ્રકાશ આબિટકરે જણાવ્યું હતું.

ભિવંડી અને નાંદેડની સરકારી હૉસ્પિટલમાંથી તાજેતરમાં જ બનાવટી દવાઓનો જથ્થો પકડાયો હતો. ત્યાર બાદ આરોગ્ય વિભાગ, મેડિકલ એજ્યુકેશન વિભાગ, મ્યુનિસિપલ કૉર્પોરેશન અને મ્યુનિસિપલ કાઉન્સિલ હેઠળ આવતી તમામ હૉસ્પિટલોમાં ફ્લાઇંગ સ્ક્વૉડ ઇન્સ્પેક્શન કરશે એવો નિણર્ય લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત રાજ્યમાં આરોગ્ય વિભાગની કામગીરીને વધુ પારદર્શી અને દરદીઓને અનુરૂપ બનાવવા માટે વિધાનસભાના શિયાળુ સત્રમાં જરૂરી પ્રસ્તાવો મૂકવામાં આવશે એવી પ્રકાશ આબિટકરે ખાતરી આપી હતી. 

mumbai news mumbai healthy living ministry of health and family welfare maharashtra news maharashtra brihanmumbai municipal corporation