સ્કૂલોની કૅન્ટીનોમાં જંક ફૂડ પર ૧૦ વર્ષથી પ્રતિબંધ હોવા છતાં નિયમનું છડેચોક ઉલ્લંઘન

29 June, 2026 09:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૮૦ ટકા કૅન્ટીનોમાં હજી પણ જંક ફૂડ પીરસાય છે

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રની સ્કૂલોની કૅન્ટીનોમાં ચિપ્સ, સૉફ્ટ ડ્રિન્ક્સ અને ચૉકલેટ જેવાં જંક ફૂડ પર પ્રતિબંધ મુકાયો એને એક દાયકો થવા આવ્યો હોવા છતાં હજી પણ ૮૦ ટકા સ્કૂલ-કૅન્ટીનોમાં જંક ફૂડ-પીરસવામાં આવતું હોવાનું જણાયું છે. વધુ ફૅટ, વધુ સાકર અને વધુ મીઠું ધરાવતી ફૂડ-આઇટમ્સ સ્કૂલોમાં પીરસાતી હોવાનો દાવો ગ્લોબલ પેરન્ટ્સ ટીચર્સ અસોસિએશન (GPTA)એ કર્યો છે. 
આવી ફૂડ-આઇટમ્સના કારણે બાળકોમાં મેદસ્વિતા, ડેન્ટલ પ્રૉબ્લેમ અને અન્ય લાઇફસ્ટાઇલ ડિસીઝ થતા હોવાનું તેમનું કહેવું છે. GPTAનું કહેવું છે કે છેલ્લાં ૧૦ વર્ષથી મહારાષ્ટ્ર સરકારે લાવેલો સ્કૂલ-કૅન્ટીનમાં જંક ફૂડ ન પીરસવાનો નિયમ ફક્ત કાગળ પર જ રહ્યો છે. હજી પણ બાળકોને આ બધી જ અનહેલ્ધી આઇટમ સ્કૂલોની કૅન્ટીનમાં અપાય છે. આ બાળકોના હેલ્થ સાથે એક દગો થઈ રહ્યો છે, ફક્ત નિયમનું ઉલ્લંઘન નથી થઈ રહ્યું, એવું GPTAનું કહેવું છે.

આ મામલે GPTAએ રાજ્યના શિક્ષણ વિભાગને તેમ જ ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI), એજ્યુકેશન કમિશનર તથા BMC કમિશનરને પત્ર લખીને સરકારના ૨૦૧૫ના અધ્યાદેશ અને ૨૦૨૦ના FSSAIના સ્કૂલ ફૂડ રેગ્યુલેશન્સને કડકપણે અમલમાં લાવવાની માગણી કરાઈ છે.

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra