11 November, 2025 02:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રાજ્યમાં સ્થાનીય સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી થવાની છે ત્યારે આજે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC), નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (NMMC), થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC), કલ્યાણ–ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC) અને અન્ય સુધરાઈમાં અનામત બેઠકોની લૉટરીનું આયોજન કરવામાં આવ્યું છે. BMCની અનામત બેઠકોની લૉટરી આજે બાંદરા-વેસ્ટની નૅશનલ કૉલેજ નજીક આવેલા બાલગંધર્વ રંગમદિર હૉલમાં સવારે ૧૧ વાગ્યે આયોજિત કરવામાં આવી છે. TMCની અનામત બેઠકોની લૉટરી આજે થાણેના ગડકરી રંગાયતનમાં સવારે ૧૦ વાગ્યે યોજાશે.
સુધરાઈની ચૂંટણી માટે બેઠકોની કૅટેગરી
સર્વસામાન્ય ઓપન કૅટેગરી
સર્વસામાન્ય (મહિલા)
પછાત વર્ગ
પછાત વર્ગ (મહિલા)
અનુસૂચિત જાતિ
અનુસૂચિત જાતિ (મહિલા)
અનુસૂચિત જનજાતિ
અનુસૂચિત જનજાતિ (મહિલા)