ચૂંટણીના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તસ્કરે બૅન્કના લૉકરમાંથી પાંચ કરોડના દાગીના તફડાવ્યા

07 May, 2024 08:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેણે લૉકરની ચાવી ક્યાંથી અને કેવી રીતે મેળવી અને બહાર ભારે બંદોબસ્ત હોવા છતાં તે આટલી મોટી રકમના સોનાના દાગીના સાથે પલાયન કેવી રીતે થયો એવા સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ પોલીસ કરી રહી છે.

બૅન્કનું લૉકર ખોલીને દાગીના તફડાવી રહેલા તસ્કરનો વિડિયો-ગ્રૅબ.

લોકસભાની ચૂંટણીમાં ચારે બાજુ ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં નાશિકની એક પ્રાઇવેટ બૅન્કના લૉકરમાંથી પાંચ કરોડ રૂપિયાની કિંમતના સોનાના દાગીના તફડાવવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. નાશિક શહેરના મધ્યમાં આવેલી એક પ્રાઇવેટ બૅન્કના લૉકર-રૂમમાં ગઈ કાલે સવારે એક ગ્રાહક દાગીના મૂકવા માટે ગયો હતો ત્યારે તેના ધ્યાનમાં આવ્યું હતું કે અગાઉ એમાં મૂકવામાં આવેલા બાવીસ ગ્રાહકોના પાંચ કરોડ રૂપિયાના દાગીના ગાયબ છે. ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન કૅમેરાનું ફુટેજ જોયા બાદ ખ્યાલ આવ્યો હતો કે માથાથી પગ સુધી કપડાંથી ઢંકાયેલો એક માણસ લૉકર ખોલીને એમાંથી દાગીના કાઢી રહ્યો છે. તેણે લૉકરની ચાવી ક્યાંથી અને કેવી રીતે મેળવી અને બહાર ભારે બંદોબસ્ત હોવા છતાં તે આટલી મોટી રકમના સોનાના દાગીના સાથે પલાયન કેવી રીતે થયો એવા સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ પોલીસ કરી રહી છે.

mumbai news nashik Lok Sabha Election 2024 Crime News mumbai crime news