✕

નાગપુરના ૮ ઝવેરીઓ પાસે ૧૦-૧૦ લાખ રૂપિયા માગ્યા લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગે

02 November, 2026 07:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જો પૈસા ન આપ્યા તો ટાઇગર શ્રોફની જેમ ફાયરિ‍‍‍‍ંગ કરીને પતાવી દઈશું એવી આપી ધમકી

ખંડણી માટે મોકલેલો લેટર.

જુહુમાં બૉલીવુડના ઍક્ટર ટાઇગર શ્રોફ પર ફાયરિંગ કરવાની જવાબદારી લેનાર લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગે હવે નાગપુરના ૮ ઝવેરીઓને ધમકીભર્યા લેટર મોકલાવીને દરેક પાસેથી ૧૦-૧૦ લાખ રૂપિયાની ખંડણી માગી છે. ૧૦-૧૦ લાખ રૂપિયા આપો નહીં તો તમારા ટુકડા કરી નાખીશું, જો પૈસા ન આપ્યા તો ટાઇગર શ્રોફની જેમ તમને ગોળીએ દઈશું એમ કહેવામાં આવ્યું છે. વળી આ ધમકીના આ લેટર પોસ્ટ દ્વારા મોકલવામાં આવ્યા છે. તમારી પૈસાની વ્યવસ્થા થઈ જાય એટલે દુકાનની સામે જય શ્રીરામ લખેલું બોર્ડ લગાવી દેજો એટલે અમને જાણ થઈ જશે. વળી એ લેટરમાં તેમને મિડલ ક્લાસ કહ્યા છે અને ગાળો પણ ભાંડવામાં આવી છે. એ બધા જ લેટરમાં હૅન્ડરાઇટિંગ એક જ વ્યક્તિના છે. લેટરમાં લૉરેન્સ બિશ્નોઈ અને જય શ્રીરામ લખેલું છે. 
આ સંદર્ભે નાગપુર પોલીસ-સ્ટેશનમાં ગુનો નોંધીને તપાસ ચાલુ કરવામાં આવી છે. ઑલ ઇન્ડિયા જેમ્સ ઍન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના અધ્યક્ષ રાજેશ રોકડેએ કહ્યું હતું કે લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગ તરફથી ખંડણી માટે ધમકીભર્યો લેટર મળવાથી જ્વેલર્સમાં ગભરાટ ફેલાયો છે. 

mumbai news mumbai nagpur lawrence bishnoi tiger shroff Crime News