Ladki Bahin Yojana: રાજ્યની લાડકી બહેનો ધ્યાન આપજો... E-KYC બાબતે નવા અપડેટ આવ્યા સામે

21 January, 2026 11:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Ladki Bahin Yojana યોજનાની ઇ-કેવાયસી કરતી વખતે અનેક લાભાર્થીઓને ટેકનિકલ ગ્લિચનો સામનો કરવો પડ્યો હતો. હજારો મહિલાઓ છે જેઓ આ સમસ્યાને કારણે તેમની ઇ- કેવાયસી પૂર્ણ નથી કરી શકી. હવે તેવી મહિલાઓ માટે તો આ ખૂબ જ રાહતના સમાચાર છે.

અદિતિ તટકરેની ફાઇલ તસવીર

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજના (Ladki Bahin Yojana)ને જબરદસ્ત પ્રતિસાદ સાંપડ્યો છે. આશરે બે કરોડથી પણ વધારે મહિલાઓ આ યોજનાનો લાભ લઈ રહી છે. હવે આ યોજનાને લઈને મહત્વના અપડેટ સામે આવ્યા છે.

ઇ-કેવાયસી પૂર્ણ કરવાની તારીખ લંબાવાઇ

`મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજના`ના (Ladki Bahin Yojana) લાભાર્થીઓને મોટી રાહત મળી હોય એવા આ સમાચાર છે. મંગળવારે મહારાષ્ટ્રનાં  મહિલા અને બાળ વિકાસમંત્રી અદિતિ તટકરેએ આ યોજનાને સંબંધિત મહત્વના અપડેટ આપ્યા હતા. આ યોજના માટે ઇ-કેવાયસીની પ્રક્રિયાને ફરજિયાત કરાઇ હતી અને મુદત આપવામાં આવી હતી પરંતુ હવે તેની મુદ્દત લંબાવાઇ છે. રાજ્ય સરકારે આ યોજનાનો લાભ લેવા માટે ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ૩૧મી ડિસેમ્બર, ૨૦૨૫ની મુદ્દત આપવામાં આવી હતી. પરંતુ હવે આ મુદ્દત લંબાવવાનો નિર્ણય લેવાયો છે.

આ યોજના (Ladki Bahin Yojana)ની ઇ-કેવાયસી કરતી વખતે અનેક લાભાર્થીઓને ટેકનિકલ ગ્લિચનો સામનો કરવો પડ્યો હતો. હજારો મહિલાઓ છે જેઓ આ સમસ્યાને કારણે તેમની ઇ- કેવાયસી પૂર્ણ નથી કરી શકી. હવે તેવી મહિલાઓ માટે તો આ ખૂબ જ રાહતના સમાચાર છે. આ અગાઉ ૧૮ નવેમ્બર, ૨૦૨૫ની સમયમર્યાદા અપાઈ હતી તે વધારીને ૩૧મી ડિસેમ્બર કરાઇ હતી.

મંત્રી અદિતિ તટકરેએ જણાવ્યું હતું કે દૂરના અને ગ્રામીણ વિસ્તારોમાં ઘણી લાભાર્થી મહિલાઓને આ કેવાયસી દરમિયાન ઓ. ટી. પી. (વન-ટાઇમ પાસવર્ડ) ફેઇલરની સમસ્યા થઈ હતી. અંતરિયાળ વિસ્તારમાં સર્વર ડાઉનટાઇમ અને સત્તાવાર પોર્ટલ પર બીજી ટેકનિકલ ખામીઓ આવી હતી. સરકારે પ્રારંભિક ઇ-કેવાયસી સબમિશન દરમિયાન ભૂલો કરનારી મહિલાઓને ફરીથી તેમની વિગતો અપડેટ કરવા માટે "લાસ્ટ ચાન્સ"નો પણ ઓપ્શન આપ્યો છે.

ઇ-કેવાયસી દરમિયાન થયેલી ભૂલો સુધારવા માટે રૂબરૂ ચકાસણી કરાશે

આ યોજના (Ladki Bahin Yojana)ની ઇ-કેવાયસી દરમિયાન કેટલાક કારણોસર લાભાર્થી બહેનોએ ખોટો વિકલ્પ પસંદ કરી નાખ્યો હતો. તેથી યોજનાના માપદંડ મુજબ, રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરને સૂચના આપવામાં આવી છે કે તેઓ આ લાભાર્થી મહિલાઓની ક્ષેત્રીય સ્તરે આંગણવાડી કાર્યકર્તાઓ દ્વારા રૂબરૂ મુલાકાત ગોઠવીને કાર્યવાહી કરે.

કેમ ઇ-કેવાયસી ફરજિયાત છે?

અદિતિ તટકરે જણાવે છે કે આ યોજનામાં ફંડ ટ્રાન્સફર કરવામાં પારદર્શિતા આવે એ માટે અને ૧,૫૦૦ રૂપિયાની નાણાકીય સહાય માત્ર પાત્ર લાભાર્થીઓ સુધી જ પહોંચે તેની ખાતરી કરવા માટે ઇ-કેવાયસી (Ladki Bahin Yojana) જરૂરી છે. સાથે જ તેઓએ જણાવ્યું હતું કે વિધવાબહેનો, છૂટાછેડા થઈ ગયા હોય એવી મહિલાઓ અને જે મહિલાના પતિ અથવા પિતાનું અવસાન થયું હોય તેવી તમામ લાભાર્થી મહિલાઓએ તો માત્ર ઓનલાઇન ઇ-કેવાયસી પૂર્ણ કરીને બેસવાનું નથી, પણ તેઓએ આ સંબંધિત જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીઓને દસ્તાવેજો પણ સબમિટ કરવાના છે જેથી આ યોજનામાં મળતી લાભ જારી રહે.

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra ladki bahin yojana bharatiya janata party maha yuti