સિયા અને ચેતનના અન્ય ફ્રેન્ડ્સ પણ હતા અને તેઓ ફ્રી સેક્સ-ગ્રુપ ચલાવતાં હતાં

18 July, 2026 11:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેસની તપાસ કરી રહેલી પોલીસને તપાસ દરમ્યાન ૪-૫ હોટેલનાં ઍડ્રેસ મળ્યાં હતાં

ફાઇલ તસવીર

પુણેના બિઝનેસમૅન કેતન અગ્રવાલની હત્યાના કેસમાં પુણે ગ્રામીણ પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે અને એમાં રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. સિયા ગોયલ અને ચેતન ચૌધરીને તેમની કસ્ટડી પૂરી થતાં જેલમાં વિડિયો-કૉન્ફરન્સિંગથી હાજર કરવામાં આવ્યાં હતાં. કોર્ટે તેમની જેલ-કસ્ટડી ૧૪ દિવસ લંબાવી આપી હતી.

આ કેસની આરોપી અને કેતનની મંગેતર સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતનના અન્ય ફ્રેન્ડ્સ પણ હતા અને તેઓ ફ્રી સેક્સ-ગ્રુપ ચલાવતા હોવાની માહિતી સામે આવી છે. કેસની તપાસ કરી રહેલી પોલીસને તપાસ દરમ્યાન ૪-૫ હોટેલનાં ઍડ્રેસ મળ્યાં હતાં ત્યાં જઈને તપાસ કરતાં અને CCTV કૅમેરાનાં ફુટેજની ચકાસણી કરતાં નવી જ વસ્તુ જાણવા મળી હતી.

એક હોટેલના CCTV કૅમેરાનાં ફુટેજની ચકાસણીમાં જોવા મળ્યું કે પહેલાં ચેતન સિયા સાથે હોટેલની એક રૂમમાં ગયો. એ પછી એક-દોઢ કલાક રહીને સિયા ત્યાંથી નીકળી ગઈ. ત્યાર બાદ ચેતન બીજી એક ફ્રેન્ડ સાથે એ જ રૂમમાં ગયો. તપાસમાં એવું જાણવા મળ્યું છે કે ચેતન અને સિયા ફ્રી સેક્સ-ગ્રુપ ચલાવતાં હતાં.

murder case pune pune news maharashtra maharashtra news mumbai mumbai news