નમ્રમુનિ મહારાજસાહેબને સ્વાઇન ફ્લુ થયો, ડૉક્ટરની સલાહ મુજબ આઇસોલેશનમાં

31 July, 2024 01:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્રી નમ્રમુનિ મહારાજસાહેબને છેલ્લા ૩ દિવસથી સખત શરદી-તાવ હોવાથી રિપોર્ટ કરાવતાં સ્વાઇન ફ્લુનું નિદાન થયું છે

નમ્રમુનિ મહારાજસાહેબ

પરમધામ સાધના સંકુલમાં ચાતુર્માસ બિરાજિત રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબને  આઇસોલેટ કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રના પડઘા સ્થિત પરમધામ સાધના સંકુલમાં ચાતુર્માસ બિરાજિત રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબને છેલ્લા ૩ દિવસથી સખત શરદી-તાવ હોવાથી રિપોર્ટ કરાવતાં સ્વાઇન ફ્લુનું નિદાન થયું છે.

ડૉક્ટરની સલાહ મુજબ તેઓ આઇસોલેશનમાં છે.

પરમ ગુરુદેવના સ્વાસ્થ્યને અનુલક્ષીને દર્શનાર્થી ભાવિકોને દર્શનનો વિવેક રાખવાની વિનંતી પરમધામ સાધના સંકુલના પદાધિકારીઓ તરફથી કરવામાં આવી છે. ચાતુર્માસ લાભાર્થી જિગર શેઠ, ગુરુભક્તો મૂલરાજ છેડા, સમીર શેઠ તથા પરમધામ સાધના સંકુલની કમિટી તેમની સેવામાં ખડેપગે હાજર છે.

jain community swine flu mumbai mumbai news