નરેન્દ્ર મોદીએ ઈરાનના પ્રેસિડન્ટ સાથે ત્રણ વાર વાત કરી, ભારતીયોની સારાઈ શબ્દોમાં વર્ણવી શકાય નહીં

09 April, 2026 12:11 PM IST  |  America | Gujarati Mid-day Correspondent

નરેન્દ્ર મોદીએ ઈરાનના પ્રેસિડન્ટ સાથે ત્રણ વાર વાત કરી, ભારતીયોની સારાઈ શબ્દોમાં વર્ણવી શકાય નહીં

અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધમાં વિરામ જાહેર થતાં શ્રીનગરમાં રહેતા શિયા મુસ્લિમોએ ફટાકડા ફોડીને અને મીઠાઈ વહેંચીને ઉત્સવ મનાવ્યો હતો.

અમેરિકા સાથે યુદ્ધવિરામ પછી ઈરાને ભારત અને ભારતીયોની ભૂમિકા અંગે ઘણી મહત્ત્વપૂર્ણ કમેન્ટ્સ કરી છે. ભારતમાં ઈરાનના સુપ્રીમ લીડરના પ્રતિનિધિ ડૉ. અબ્દુલ માજિદ હકીમ ઇલાહીએ પણ ખાતરી આપી છે કે ઈરાનમાં ભારતીયોની સુરક્ષા તેમની પ્રાથમિકતા છે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે ઇલાહીએ જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીએ આ સમયગાળા દરમ્યાન ઈરાનના પ્રેસિડન્ટ મસૂદ પેઝેશ્કિયાન સાથે ઓછામાં ઓછા ૩ વખત સફળ વાતચીત કરી હતી. ભારતીય વિદેશપ્રધાને ઈરાની વિદેશપ્રધાન સાથે સફળ વાતચીત કરી હતી.

ભારતમાં ઈરાનના સુપ્રીમ લીડરના પ્રતિનિધિ ઇલાહીએ એમ પણ કહ્યું હતું કે ‘હું ભારતમાં આપણાં ભાઈઓ અને બહેનોનું વર્ણન કરી શકતો નથી. હું જ્યારે પણ તેમને યાદ કરું છું ત્યારે હું રડું છું. તેઓ અદ્ભુત છે. હું તે સારા લોકોનું મૂલ્ય શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. હું ભારતનાં મારાં બધાં ભાઈઓ અને બહેનોનો આભાર માનવા માગું છું કે તેઓ આટલા સુંદર લોકો ધરાવે છે. તેઓ અસાધારણ લોકો છે.’

iran israel united states of america middle east crisis narendra modi