15 May, 2025 11:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઑપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને ભારત પર ટર્કીની બનાવટનાં સેંકડો ડ્રોન છોડ્યાં હતાં જેને નષ્ટ કરવા માટે ભારતે મોંઘી મિસાઇલ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો, પણ હવે ભારતીય વૈજ્ઞાનિકોએ ઓછી કિંમતમાં એક એવી કાઉન્ટર ડ્રોન સિસ્ટમ તૈયાર કરી છે જે દુશ્મનોનાં ડ્રોન તોડી શકશે. ભગવાન પરશુરામના શસ્ત્રમાંથી પ્રેરણા લઈને વૈજ્ઞાનિકોએ ભાર્ગવાસ્ત્ર નામની ઓછી કિંમતની મિસાઇલ સંરક્ષણ પ્રણાલી વિકસાવી છે. મંગળવારે ઓડિશાના ગોપાલપુરમાં સિસ્ટમના માઇક્રો-રૉકેટનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેણે બધાં જ લક્ષ્યો પૂરાં કર્યાં હતાં. ભાર્ગવાસ્ત્ર અઢી કિલોમીટર સુધીની રેન્જમાં નાનાં અને આવતાં ડ્રોનને શોધીને નાશ કરવાની ક્ષમતાથી સજ્જ છે.