✕

મુંબઈમાં ગઈ કાલે સવારે વરસાદની સરપ્રાઇઝ એન્ટ્રી

31 October, 2026 08:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે ફરી મંગળવારે વરસાદ પડવાની શક્યતા

ગઈ કાલે માહિમમાં છત્રી લઈને નીકળેલી મહિલા. તસવીર : આશિષ રાજે

હાલ સખત ગરમી પડી રહી છે અને લોકો ઑક્ટોબર હીટથી હેરાન-પરેશાન થઈ રહ્યા છે ત્યારે ગઈ કાલે સવારે મુંબઈનાં ઈસ્ટર્ન સબર્બ્સમાં તથા દાદર, માહિમ જેવા વિસ્તારોમાં વરસાદ પડતાં લોકોમાં ખુશી વ્યાપી ગઈ હતી અને ગરમીમાં રાહતનો અહેસાસ થયો હતો. વળી આખો દિવસ વાદળાં છવાયેલાં રહ્યાં હોવાથી ડાયરેક્ટ તાપ ન પડતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા અર્નબ સાઇક્લૉનને કારણે હવામાનમાં થયેલા ફેરફારને લીધે આ વરસાદ થઈ રહ્યો હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું હતું. જોકે હવામાન ખાતાના જણાવ્યા અનુસાર ગઈ કાલે પડેલા વરસાદ બાદ મુંબઈ સહિત પાલઘર અને થાણે જિલ્લામાં શનિ, રવિ, સોમ ડ્રાય સ્પેલ આવશે અને મંગળવારે પાછો વરસાદ પડવાની શક્યતા છે. પુણે અને એની આસપાસના ઘાટ વિસ્તારોમાં આજે શનિવારે વરસાદનાં ઝાપટાં પડવાની શક્યતા છે. ત્યાર બાદ ત્યાં પણ ડ્રાય સ્પેલ જોવા મળશે. કોલ્હાપુર નાશિક, સાતારામાં આવનારા દિવસોમાં પવન ફૂંકાઈને કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડવાની શક્યતા દર્શાવાઈ છે. મૅક્સિમમ ટેમ્પરેચરમાં ચડ-ઊતર થતી રહેશે.

mumbai rains mumbai monsoon mumbai weather mumbai mumbai news