ન્હાવા શેવા પોર્ટ પર ૧૩૯ કરોડ રૂપિયાની ગેરકાયદે આયાત કરેલી મગજતરી અને વટાણા ઝડપાયાં

21 April, 2026 07:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ કન્ટેનરોમાં મગજતરી (તરબૂચનાં બીજ)નો અને વટાણાનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો

મુંબઈ DRIએ પકડેલો કરોડો રૂપિયાનો મુદ્દામાલ.

ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ની મુંબઈ બ્રાન્ચે હાથ ધરેલી કાર્યવાહીમાં આશરે ૧૩૯ કરોડ રૂપિયાની કિંમતનાં ૧૩૨ કન્ટેનર જપ્ત કર્યાં છે. આ કન્ટેનરોમાં મગજતરી (તરબૂચનાં બીજ)નો અને વટાણાનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. આ કેસમાં દાણચોરી સાથે સંકળાયેલા મુખ્ય આયાતકારની ધરપકડ કરવામાં આવી છે.

ઇમ્પોર્ટ-ડ્યુટીમાંથી બચવા માટે ૨૭૧૦ ટન મગજતરીને તુવેરદાળ તરીકે ટાંઝાનિયા અને સુદાનથી મગાવવામાં આવી હતી તેમ જ કૅનેડાથી આયાત કરાયેલો લીલા વટાણાનો ૩૧૯ ટન જથ્થો મળી આવ્યો હતો.

સ્થાનિક ખેડૂતોનાં હિતોના રક્ષણ માટે ભારત સરકારે આ વસ્તુઓની આયાત પર કડક નિયંત્રણો લાદ્યાં છે. જૂન ૨૦૨૪  પછી મગજતરીની આયાત પ્રતિબંધિત કરવામાં આવી છે, જ્યારે લીલા વટાણાની આયાત માત્ર કલકત્તા બંદર મારફત જ થાય છે.

mumbai news mumbai maharashtra news maharashtra Crime News mumbai crime news