સમૃદ્ધિ હાઇવે પરથી જઈ રહ્યા છો? જરા સંભલ કે!

28 March, 2023 12:30 PM IST  |  Mumbai | Ranjeet Jadhav

ટાયર બ્લાસ્ટને લીધે ઍક્સિડન્ટ થતા હોવાથી ટાયરનું પ્રેશર ચેક કરવાની સાથે નાઇટ્રોજનની હવા ભરાવવાની ભલામણ કરવામાં આવી

ફાઇલ તસવીર

હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગના નાગપુર-શિર્ડીના રૂટ પર મુસાફરી કરતાં પહેલાં કારચાલકોએ તેમનાં ટાયરનું પ્રેશર ચેક કરાવવાની ચેતવણી આપવામાં આવી છે, કારણ કે એ રૂટ પર ટાયર ફાટવાની ઘટનાઓ બની છે.

હાઇવે પર મુસાફરી કરી રહેલા એક મોટરચાલકે સોમવારે ક્લેવરલાયન હેન્ડલ પરથી ટ્વીટ કરીને લખ્યું હતું કે ‘સમૃદ્ધિ હાઇવે પરથી મુસાફરી કરનાર કોઈ પણ વ્યક્તિ કૃપા કરીને ટાયરનું પ્રેશર ચેક કરે અને એમાં નાઇટ્રોજનની હવા ભરે, કારણ કે ટાયર બ્લાસ્ટને કારણે ઘણા અકસ્માત થાય છે. હું પણ એનો સામનો કરી રહ્યો છું અને ત્યાં કોઈ સુવિધા, હેલ્પ લાઇન કે ઇમર્જન્સી નંબર નથી. મારાં બન્ને વાહનોનાં પાછળનાં ટાયર એક પછી એક ફાટી ગયાં. સદ્નસીબે નજીક રહેતા ખેડૂતોની મદદ મળી છે.’ એવું કહેવાય છે કે કારનાં ટાયરમાં નાઇટ્રોજન ભરવાથી એના ફાટવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે.

૨૩ માર્ચે એક સાગર બહેતી નામના હેન્ડલ પરથી ટ્વીટ થઈ હતી કે ‘ઉનાળો આવી રહ્યો હોવાથી ટાયર ફાટવાના કારણે થતા અકસ્માતો ઘટાડવા માટે અધિકારીઓ ટૂંક સમયમાં પગલાં લેશે. સમૃદ્ધિ હાઇવે પર જતાં પહેલાં ટાયરનું દબાણ તપાસવાની તથા એમાં નાઇટ્રોજન ભરવાની સલાહ આપવામાં આવી શકે છે.’

ડ્રાઇવરો માટે કાઉન્સેલિંગ

નોંધવામાં આવ્યું છે કે ડિસેમ્બરમાં જાહેર જનતા માટે ખુલ્લો મુકાયા બાદ અત્યાર સુધીમાં સમૃદ્ધિ હાઇવેના નાગપુર-શિર્ડી રૂટ પર ૯૦૦ અકસ્માતો થયા છે અને એમાં ૩૧ લોકોનાં મૃત્યુ થયાં છે. હાઇવે પર અકસ્માતો અટકાવવા માટે ઑથોરિટી, માર્ગ પરનાં આઠ સ્થળો પર ડ્રાઇવરો માટે  કાઉન્સેલિંગ શરૂ કરવાનું આયોજન કરી રહી છે. હાઇવે ટ્રાફિક પોલીસ દ્વારા જે ડ્રાઇવરો ઝડપી અથવા બેફામ રીતે વાહન ચલાવે છે તેમને અટકાવવામાં આવશે અને તેમને જોખમોથી વાકેફ કરવામાં આવશે.

રિપોર્ટ્સ મુજબ, શરૂના ૧૦૦ દિવસમાં થયેલા તમામ અકસ્માતોમાંથી ૧૩૦ ટાયર પંક્ચરને કારણે, ૧૦૮ ટાયર ફાટવાને કારણે અને ૧૨૪ જેટલાં વાહનોનું ફ્યુઅલ ખતમ થવાના કારણે થયા હતા.
૧૧ ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાઇવેના પ્રથમ ફેસનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યાર બાદ એને ટ્રાફિક માટે ખુલ્લો મુકાયો હતો.

હેલ્પ માટે

ધ હાઇવે સેફ્ટી પોલીસે ૧૫ ટ્રાફિક એઇડ પોસ્ટ્સનું સેટ-અપ કર્યું છે. એમએસઆરડીસીએ આ ટ્રાફિક એઇડ પોસ્ટ્સ પર મદદ પહોંચાડવા પોતાના ભૂતપૂર્વ સૈનિકોમાંથી ૧૫૦ને સુરક્ષા માટે તૈયાર કર્યા છે. ૨૧ ઍમ્બ્યુલન્સ, ૨૧ ક્વિક રિસ્પૉન્સ વેહિકલ્સ, ૧૫ ક્રૅન ૩૦ મેટ્રિક ટન અને ૧૫ પૅટ્રોલિંગ વેહિકલને મદદ માટે તૈયાર રાખવામાં આવ્યાં છે.       

mumbai mumbai news highway maharashtra nagpur shirdi ranjeet jadhav