AC લોકલમાં બનાવટી ટિકિટ, પાસ પર પ્રવાસ કરતા લોકોને રોકવા હવે ID ચેક થશે

06 December, 2025 10:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેન્ટ્રલ રેલવે અને વેસ્ટર્ન રેલવેનું મહત્વનું પગલું

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

AC લોકલમાં બનાવટી અથવા ડિજિટલ છેતરપિંડી કરીને બનાવેલી સીઝન-ટિકટ પર પ્રવાસ કરતા લોકોને રોકવા હવે સેન્ટ્રલ રેલવે અને વેસ્ટર્ન રેલવેએ ટિકિટચેકરને એ પાસ પર જે વૅલિડ ID-નંબર આપ્યો હોય એ ID-પ્રૂફ ચેક કરવા જણાવ્યું છે. એથી હવે પ્રવાસીઓએ એ સીઝન-ટિકટ સાથે એના પર મેન્શન કરેલું ID-પ્રૂફ પણ સાથે જ રાખવું પડશે. AC ટ્રેનની અંદર અને મહત્ત્વનાં સ્ટેશનો પર હવે ટિકિટચેકર પાસ ચેક કરતી વખતે એ ID-પ્રૂફ પણ ચેક કરશે. 

AC Local mumbai local train indian railways western railway central railway harbour line trans harbour