03 May, 2025 12:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મલબાર હિલમાં ગઈ કાલે પરોઢિયે પૂરઝડપે જઈ રહેલા એક વાહને પાર્ક કરેલી ચાર કારને ટક્કર મારી તેમને નુકસાન પહોંચાડ્યું હતું. અકસ્માત કરીને ડ્રાઇવર ત્યાંથી ભાગી ગયો હતો.
અકસ્માતની આ ઘટના ગઈ કાલે પરોઢિયે ચાર વાગ્યાથી ૪.૨૦ વાગ્યાની વચ્ચે બની હતી. કોઈ વાહનચાલકે તેની ગાડી પૂરઝડપે ચલાવીને પાર્ક કરેલી ચાર કારને ટક્કર મારી હતી. એમાં પણ ત્રણ કાર તો સ્ટેટ મિનિસ્ટર ગુલાબરાવ પાટીલના બંગલા પાસે બહાર પાર્ક કરવામાં આવી હતી. મલબાર હિલ પોલીસે આ સંદર્ભે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધીને તેને ઝડપી લેવાના પ્રયાસો ચાલુ કર્યા છે. પોલીસ એ વિસ્તારના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ અને અન્ય ટેક્નિકલ માહિતીના આધારે વધુ તપાસ ચલાવી રહી છે.