19 August, 2025 02:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
હાલ રાજ્યમાં અતિવૃષ્ટિ થઈ રહી છે અને હવામાન ખાતાની ૨૧ ઑગસ્ટ સુધી ધોધમાર વરસાદની આગાહી છે ત્યારે મુખ્ય પ્રધાને ગઈ કાલે સ્ટેટ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના કન્ટ્રોલ રૂમની વિઝિટ કરી હતી અને રાજ્યની પરિસ્થિતિની માહિતી લીધી હતી. એ વખતે તેમણે સંબંધિત મંત્રીઓ અને અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી અને બધી જ એજન્સીઓને અલર્ટ મોડ પર રહી કામ કરવાની સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ મિનિસ્ટર ગિરીશ મહાજન, ઇન્ફર્મેશન ઍન્ડ ટેક્નૉલૉજી મિનિસ્ટર ઍડ્વોકેટ આશિષ શેલાર, મુખ્ય સચિવ રાજેશકુમાર, જલ સંપદા વિભાગના અપર મુખ્ય સચિવ દીપક કપૂર અને અન્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. એ ઉપરાંત દરેક વિભાગના કમિશનર અને જિલ્લા અધિકારીઓ પણ વિડિયો કૉન્ફરન્સથી હાજર રહ્યા હતા.