✕

મુંબઈ અને કોકણ પટ્ટામાં આજે પણ યલો અલર્ટ

10 October, 2026 10:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહત્તમ તાપમાનનો પારો ૩૭થી ૩૯ ડિગ્રી સુધી પહોંચશે

વી આર ઑન ડ્યુટી : વરસતો વરસાદ હોય કે કાળઝાળ ગરમી, પોલીસે તો પોતાની ફરજ બજાવવી જ પડતી હોય છે. ગઈ કાલે ભારે તાપ વચ્ચે દાદરમાં રસ્તા પર ઊભા રહીને પરસેવે રેબઝેબ થવા છતાં ડ્યુટી નિભાવતી પોલીસને (તસવીર : અતુલ કાંબળે)

હવામાન વિભાગ દ્વારા શુક્રવારે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR) અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના કોકણ વિસ્તાર માટે યલો અલર્ટ જાહેર કરવામાં આવી છે, જે આગામી ૧૨ ઑક્ટોબર સુધી યથાવત્ રહેવાની શક્યતા છે. સાંતાક્રુઝમાં છેલ્લાં ૮ વર્ષના ઑકટોબર મહિનાના સૌથી ઊંચા તાપમાનનો રેકૉર્ડ ફરી તૂટ્યો હતો. ગઈ કાલે સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૭.૮ ડિગ્રીએ પહોંચ્યું હતું, જે બપોરના સમયે ૪૦ ડિગ્રી જેટલું અનુભવાતું હતું.

હવામાન વિભાગના રીજનલ મીટિયરોલૉજિકલ સેન્ટરના જણાવ્યા અનુસાર આગામી ૪૮ કલાક દરમ્યાન મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાનમાં ધીરે-ધીરે બેથી ૩ ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાશે અને ત્યાર પછીના સમયમાં પણ વધુ એકથી ૩ ડિગ્રી સેલ્સિયસનો ઉછાળો આવી શકે છે. ખાસ કરીને ૧૦ ઑક્ટોબરે રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૩૭થી ૩૯ ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં રહેવાની પ્રબળ શક્યતા છે. 

Weather Update heat wave mumbai weather indian meteorological department maharashtra news maharashtra konkan mumbai mumbai news