રાહુલ ગાંધી સામેના માનહાનિના કેસની સુનાવણી ૬ ડિસેમ્બર સુધી મુલતવી

16 November, 2025 07:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોર્ટના આદેશ પ્રમાણે નિઝામપુરા પોલીસે કોર્ટમાં ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ રજૂ કર્યો હતો.

રાહુલ ગાંધી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાર્યકર દ્વારા કૉન્ગ્રેસના લીડર રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસની સુનાવણી થાણે જિલ્લાની કોર્ટે ૬ ડિસેમ્બર સુધી મુલતવી રાખી છે. કોર્ટના આદેશ પ્રમાણે નિઝામપુરા પોલીસે કોર્ટમાં ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ રજૂ કર્યો હતો. આ મામલાની આગામી સુનાવણી ૨૯ નવેમ્બરે થવાની હતી. જોકે રાહુલ ગાંધીના વકીલે આ સુનાવણી મુલતવી રાખવાની કરેલી અરજી પછી કોર્ટે આ સુનાવણી ૬ ડિસેમ્બર સુધી મુલતવી રાખી છે.

શું છે મામલો?
૨૦૧૪ની ૬ માર્ચે ભિવંડી નજીક એક ચૂંટણીરૅલીમાં રાહુલ ગાંધીએ તેમના ભાષણમાં RSSની ટીકા કરી હતી. આરોપ પ્રમાણે આ ભાષણમાં રાહુલ ગાંધીએ એવું કહ્યું હતું કે RSSના લોકોએ (મહાત્મા) ગાંધીની હત્યા કરી હતી. આ નિવેદનને લઈને RSSના કાર્યકરે તેમની સામે માનહાનિનો દાવો માંડ્યો છે.

mumbai news mumbai rahul gandhi thane congress rashtriya swayamsevak sangh