થાણેમાં ઠાકરે અને શિંદે જૂથ વચ્ચે ફરી થયો રાયડો: શાખા પર કબજો કરવાને લઈને અથડામણ

06 March, 2023 09:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શિંદે જૂથ (Eknath Shinde)ને શિવસેના નામ અને ધનુષ અને તીરનું પ્રતીક મળ્યા બાદ આવી ઘટનાઓ બનશે તેવી આગાહી કરવામાં આવી હતી

ફાઇલ તસવીર

થાણે (Thane)ના શિવાઈ નગર વિસ્તારમાં શિવસેના (Shiv Sena)ની શાખા પર કબજો કરવાને લઈને ઠાકરે જૂથ અને શિવસેના આમને-સામને આવી ગયા હતા. આ જગ્યા પર ભારે હંગામો થયો હતો. આ રેલી બાદ પોલીસ બંદોબસ્ત મોટા પ્રમાણમાં વધારી દેવામાં આવ્યો છે. થાણેમાં શિવસેનાની શાખા પર કોનો કબજો છે તેના કારણે ફરી એકવાર વાતાવરણ ગરમાયું હોવાનું જોવા મળી રહ્યું છે.

શિંદે જૂથ (Eknath Shinde)ને શિવસેના નામ અને ધનુષ અને તીરનું પ્રતીક મળ્યા બાદ આવી ઘટનાઓ બનશે તેવી આગાહી કરવામાં આવી હતી. હવે થાણેની શિવાઈ નગર શાખાના કબજાને લઈને વિવાદ ઊભો થયો છે. આ સ્થળે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. થાણેને મુખ્યપ્રધાન એકનાથ શિંદેના ગઢ તરીકે ઓળખવામાં આવે છે. તેમ જ ઠાકરે જૂથની આ વિસ્તાર પર સારી પકડ છે.

શિવસેના શિંદે જૂથના નરેશ મસ્કેની પ્રતિક્રિયા

શિંદે જૂથના પ્રવક્તા નરેશ મસ્કે જણાવ્યું હતું કે “ઠાકરે જૂથને શિવસેના પક્ષ સાથે કોઈ લેવાદેવા નથી અને હવે પ્રતીક એકનાથ શિંદે જૂથને આપવામાં આવી રહ્યું છે.” તેમણે કહ્યું કે “આ શાળા પ્રતાપ સરનાઈકે બનાવી છે અને આ જગ્યાના કૉર્પોરેટર અમારી સાથે હોવાથી આ શાખા અમારી છે.

શિવસેના ઠાકરે જૂથના રાજન વિચારેની પ્રતિક્રિયા

આ શાખા 40થી 50 વર્ષ પહેલા બનાવવામાં આવી હતી. આ શાખા દ્વારા અનેક લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હવે આ શાળાને કેટલાક લોકો દ્વારા ચલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જ્યારે કેસ સુપ્રીમ કોર્ટમાં છે ત્યારે આ વસ્તુઓ થઈ રહી છે. આ જગ્યાએ સત્તાનો દુરુપયોગ કરીને બહારના લોકો આ શાખા પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Shab-e-Baraat 2023: પશ્ચિમ રેલવે આ દિવસે દોડાવશે વિશેષ લોકલ ટ્રેન સેવાઓ, જાણો...

અગાઉ પણ શિંદે જૂથ અને ઠાકરે જૂથ થાણેના લોકમાન્ય નગરમાં શિવસેનાની 45 વર્ષ જૂની શાખા કબજે કરવાને લઈને સામસામે આવી ગયા હતા. ઠાકરે જૂથ વતી થાણેના વર્તકનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસ કમિશનર જયજીત સિંહને પણ પત્ર આપવામાં આવ્યો હતો. બીજી તરફ મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને તેમના મંત્રીમંડળના સાથીદારો કહી રહ્યા છે કે તેઓ શિવસેનાની શાખા અને અન્ય સ્થાવર મિલકતો પર કબજો નહીં કરે.

 

mumbai mumbai news shiv sena uddhav thackeray eknath shinde