શૅર્સમાં ટ્રેડિંગ કરતા મીરા-ભાઈંદરના ગુજરાતી યુવાનની ૧૩.૧૭ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપસર ધરપકડ

10 April, 2026 07:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનલિસ્ટેડ શૅર્સમાં ટ્રેડિંગ કરતા મીરા-ભાઈંદરના ગુજરાતી યુવાનની ૧૩.૧૭ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપસર ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (EOW)એ નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE)ના અનલિસ્ટેડ શૅરના ટ્રેડિંગ સાથે સંકળાયેલા ૧૩.૧૭ કરોડ રૂપિયાના કથિત છેતરપિંડી અને વિશ્વાસઘાતના કેસમાં ૨૧ વર્ષના આરોપીની ધરપકડ કરી છે. શરૂઆતમાં દ​િક્ષણ મુંબઈના માતા રમાબાઈ આંબેડકર (MRA) માર્ગ પોલીસ-સ્ટેશનમાં ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ 
(FIR) નોંધાયો હતો. જોકે પાછળથી તપાસ EOWને ટ્રાન્સફર કરવામાં આવી હતી.

આ કેસનો ૨૧ વર્ષનો આરોપી હીત શાહ મીરા-ભાઈંદરનો રહેવાસી છે. પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે હિતેશ બારમા ધોરણ સુધી ભણેલો છે અને તેણે શૅરમાર્કેટ બ્રોકિંગમાં ટ્રેઇનિંગ લીધી હતી. તે શૅરમાર્કેટ ડીલિંગ દ્વારા પૈસા બનવાની ઇચ્છા રાખતો હોવાનું કહેવાય છે. આ કેસના ૫૯ વર્ષના ફરિયાદી હરિથ કંપાણી ફોર્ટની દલાલ સ્ટ્રીટમાં શૅર-કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત છે. 

ફરિયાદ મુજબ હીત શાહે અનલિસ્ટેડ NSE શૅર વેચવાના બહાને કુલ ૨૫.૩૦ કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. જોકે તે ફરિયાદીને શૅર ડિલિવર કરવામાં નિષ્ફળ ગયો હતો અને પૈસા પણ પૂરા પાછા નહોતા આપ્યા. આ કેસમાં EOW વધુ તપાસ કરી રહી છે. 

mumbai news mumbai share market stock market cyber crime mumbai police mira road bhayander