ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ, વર્સોવા-‌દ​હિસર લિન્ક રોડ ૨૦૨૯માં શરૂ થઈ જશે

03 February, 2024 07:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવી જાહેરાત બીએમસી કમિશનરે ૫૪,૨૫૬.૦૭ કરોડ રૂપિયાનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરતી વખતે કરી હતી

વર્સોવા-દહિસર લિન્ક રોડ કાેસ્ટલ રોડના વર્તમાન પહેલા તબક્કાનું એક્સ્ટેન્શન હશે.

બીએમસીના કમિશનર ઇકબાલ સિંહ ચહલે ગઈ કાલે બીજી વખત પાલિકામાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ગેરહાજરીમાં અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કર્યું હતું. ગયા વર્ષે ૫૪,૨૫૬.૦૭ કરોડ રૂપિયાનું બજેટ કમિશનરે રજૂ કર્યા બાદ આ વર્ષે એમાં ૧૦.૫ ટકાના વધારા સાથેનું ૫૯,૯૫૪.૭૫ કરોડ રૂપિયાનું મસમોટું બજેટ પ્રસ્તુત કર્યું છે. આ વખતના બજેટમાં મુંબઈને ક્લીન અને ગ્રીન રાખવાની સાથે નાગરિક સુવિધા મજબૂત કરવા માટે સૌથી વધુ ૩૧,૭૭૪.૫૯ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ અને વર્સોવા-‌દ​હિસર લિન્ક રોડ ૨૦૨૯માં અને વરલીથી નરીમાન પૉઇન્ટ સુધીના કોસ્ટલ રોડનો પહેલો તબક્કો ૧૯ ફેબ્રુઆરીએ શરૂ કરવામાં આવશે.

mumbai news mumbai brihanmumbai municipal corporation versova link road dahisar mulund