18 August, 2025 01:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઈ-ચલાન
ગોવિંદાઓ ઉત્સાહના અતિરેકમાં ટ્રાફિકના નિયમો પાળવાને બદલે એનો ભંગ કરતા હોવાથી હવે ટ્રાફિક-પોલીસ તેમને ઈ-ચલાન ઇશ્યુ કરી રહી છે. શનિવારે ગોકુળાષ્ટમીના દિવસે ટ્રાફિક-પોલીસ દ્વારા એક જ દિવસમાં ૧૦,૦૦૦ ઈ-ચલાન ઇશ્યુ કરીને ૧.૧૩ કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. હેલ્મેટ ન પહેરવી, ટૂ-વ્હીલર પર ટ્રિપલ સવારી કરવી, સિગ્નલ જમ્પ કરવું, ઓવર-સ્પીડિંગ કરવું જેવા ટ્રાફિકના નિયમોનો ભંગ કરવામાં આવ્યો હોવાથી આ ઈ-ચલાન ઇશ્યુ કરવામાં આવ્યાં છે. જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ (ટ્રાફિક) અનિલ કુંભારેએ કહ્યું હતું કે અમે અલગ-અલગ વિસ્તારોના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનું ફુટેજ પણ જોઈ રહ્યા છીએ અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓને એના આધારે પણ ઈ-ચલાન મોકલવામાં આવશે.