02 September, 2025 08:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બાંદરા-વેસ્ટમાં પટેલનગરીમાં ફ્રૂટના વેપારી પાસેથી પોલીસે ૩૦ લાખ રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ પકડ્યું હતું. બાતમી મળતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે રવિવારે પટેલનગરીમાં ફ્રૂટ વેચનારાની તપાસ કરી હતી. દરમ્યાન તેની ફ્રૂટની લારી પાસેથી એક પ્લાસ્ટિકની બૅગમાંથી ૧૩૫ ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું હતું. એની કિંમત આશરે ૩૦ લાખ રૂપિયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે મોહમ્મદ અલી ગફૂર શેખ નામના ૬૦ વર્ષના આરોપીની ધરપકડ કરી છે. આ ડ્રગ્સ-રૅકેટમાં સંડોવાયેલા સાગરીતોની માહિતી મેળવવા માટે ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ છે. બાંદરામાં ડ્રગ-પેડલર તરીકે અમુક મહિલાઓ પણ કાર્યરત છે, તેમની પણ પોલીસે શંકાના ઘેરામાં લઈને પૂછપરછ શરૂ કરી છે.