31 July, 2024 02:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
સી.વી.ઓ. ચાર્ટર્ડ ઍન્ડ અકાઉન્ટન્ટ્સ અસોસિએશન દ્વારા આવતી કાલે સાંજે દાદરમાં કેન્દ્રીય બજેટ ૨૦૨૪ના સીધા કરવેરાની દરખાસ્તો અને બજાર પર અસર વિશે ગુજરાતીમાં નિ:શુલ્ક જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં જાણીતા કર-નિષ્ણાત સી.એ. નીતિન મારુ સીધા કર પ્રસ્તાવો પર અને કોટક મહેન્દ્ર AMCના મૅનેજિંગ ડિરેક્ટર સી.એ. નીલેશ શાહ શૅરબજાર/સેક્ટરો પર અસર વિશે વક્તવ્ય આપશે. ૧ ઑગસ્ટે હાઈ ટી અને રજિસ્ટ્રેશન સાંજે ૫.૦૦થી પ.૩૦ વાગ્યા દરમ્યાન અને કાર્યક્રમ સાંજે ૫.૩૦થી ૮ વાગ્યા દરમ્યાન યોજાશે. કાર્યક્રમ દરમ્યાન અસોસિએશનના સભ્યો દ્વારા બજેટ ૨૦૨૪ પર તૈયાર કરવામાં આવેલી બુકલેટ હાજર રહેનારાઓને નિઃશુલ્ક આપવામાં આવશે.
સ્થળઃ કિંગ જ્યૉર્જ ઑડિટોરિયમ, હિન્દુ કૉલોની, દાદર-ઈસ્ટ.