જોજો તમારી સાથે આવું ના થાય! મહિલાએ ટ્વિટર પર કરી એક પોસ્ટ ને ખાતામાંથી ગયા 64  હજાર

03 January, 2023 02:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિલે પાર્લે (Vile Parle)મુંબઈ (Mumbai)ના રહેવાસીએ કથિત રીતે 64,000 રૂપિયા ગુમાવ્યા. મહિલાએ આ અંગે IRCTCમાં ફરિયાદ કરી હતી.

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)

સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ આજે સામાન્ય બની ગયો છે. આજકાલ દરેક વ્યક્તિ પોતાની સમસ્યા, ખુશી કે પ્રશ્નો માટે ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે.  જોકે, આ પ્લેટફોર્મ જેટલુ ફાયદાકારક છે તેટલું જ ક્યારેક નુકસાનકારક પણ સાબિત થાય છે.આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે જેમાં હેકર્સે એક મહિલા પાસેથી 64,000 રૂપિયા પોતાના ખાતામાં સેરવી લીધા હતાં. 

વિલે પાર્લે (Vile Parle)મુંબઈ (Mumbai)ના રહેવાસીએ કથિત રીતે 64,000 રૂપિયા ગુમાવ્યા. મહિલાએ આ અંગે IRCTCમાં ફરિયાદ કરી હતી. એક અહેવાલ મુજબ એમએન મીનાએ 14 જાન્યુઆરીએ ભુજ જવા માટે IRCTC સાઇટ પર ત્રણ ટિકિટ બુક કરાવી હતી. જો કે તમામ સીટો બુક થઈ ગઈ હતી. તેથી તેને RAC સીટ મળી. મહિલા મૂંઝવણમાં હતી કે તેની ટિકિટ કન્ફર્મ થશે કે નહીં, તેથી તેણે ટ્વિટર પર તેની ટ્રેન ટિકિટની વિગતો અને મોબાઇલ નંબર પોસ્ટ કરી અને IRCTCની મદદ માંગી.

થોડા સમય પછી મહિલાને ફોન આવ્યો અને તેણે પોતાની ઓળખ IRCTCની કસ્ટમર કેર ઓફિસર તરીકે આપી. ફોન મહિલાના પુત્રએ ઉપાડ્યો હતો,  હેકરે મહિલાના ફોનની લિંક મોકલી અને તેને 2 રૂપિયા ચૂકવવાનું કહ્યું.

આ પણ વાંચો: દયા ડાકણને ખાય

મીના અને તેના પુત્ર બંનેએ વિચાર્યું કે IRCTCએ તેમનો સંપર્ક કર્યો હશે કારણ કે તેઓએ ટ્વિટર પર તેમની ફરિયાદ પોસ્ટ કરી હતી. બહુ વિચાર્યા વગર તેમના પુત્રએ ફોનમાં આવેલી લિંક જોઈને રૂ.2 ચૂકવ્યા. આ પછી તેને તેના ખાતામાંથી બેક ટુ બેક પેમેન્ટના એલર્ટ મળ્યા. આ રીતે તેમના ખાતામાંથી 64,011 રૂપિયા સેરવાઈ ગયા.

આ પણ વાંચો:Delhi Girl Accident મામલે નવો વળાંક, સ્કુટી પર એકલી નહોતી યુવતી, કોણ હતું સાથે અને તે ક્યાં?

મહિલાએ ફરી ટ્વિટર પર પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ કરી અને લખ્યું, "મારા પુત્રને કોલ કરનાર પર સંપૂર્ણ વિશ્વાસ હતો કારણ કે તેણે IRCTCના ટ્વિટર પેજ પર ફરિયાદ કરી હતી. ફોન કરનારે દાવો કર્યો હતો કે તે IRCTC કસ્ટમર કેરમાંથી છે અને તેણે અમારી ટિકિટ કન્ફર્મ કરવાનું વચન આપ્યું હતું. તેમની વિનંતી પર 2 રૂપિયા ચૂકવ્યા અને પછી અમારા ખાતામાંથી 64,011 રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા."

પોલીસના જણાવ્યા અનુસાર, હેકર્સે ફિશિંગ લિંક દ્વારા મીનાના બેંક એકાઉન્ટ અને UPI સુરક્ષા કોડની વિગતો ચોરી લીધી હતી અને પછી કોઈનું ધ્યાન ગયું ન હતું.

 

mumbai news vile parle cyber crime