રિઝર્વ બૅન્કમાં નોકરીની લાલચ આપીને ૨૭ લોકો સાથે સવાબે કરોડ રૂપિયાની છેતરપિંડી

13 April, 2024 09:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)માં નોકરીની લાલચ આપીને ૨૭ લોકો સાથે સવાબે કરોડ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ નવી મુંબઈ પોલીસે એક વ્યક્તિ સામે ગુનો નોંધ્યો હતો.

RBIની ફાઈલ તસવીર

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)માં નોકરીની લાલચ આપીને ૨૭ લોકો સાથે સવાબે કરોડ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ નવી મુંબઈ પોલીસે એક વ્યક્તિ સામે ગુનો નોંધ્યો હતો. ઐરોલીમાં રહેતા ૪૧ વર્ષના સદાનંદ ભોસલેએ પીડિતોને RBIમાં સિક્યૉરિટી ગાર્ડ તરીકે નોકરી અપાવવાનું વચન આપ્યું હતું. આરોપીએ સપ્ટેમ્બર ૨૦૨૦થી સપ્ટેમ્બર ૨૦૨૧ વચ્ચે ૨૭ જણ પાસેથી ૨.૨૪ કરોડ રૂપિયા લીધા હતા. જોકે તેમને નોકરી મળી નહોતી અને પૈસા પણ પાછા મળ્યા નહોતા. પીડિતો વતી દાખલ કરાયેલી ફરિયાદ પર કાર્યવાહી કરતાં ખારઘર પોલીસે ગુરુવારે ભોસલે વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. નવી મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના યુનિટ ૩એ આ મામલે તપાસ હાથ ધરી છે.

airoli Crime News reserve bank of india navi mumbai mumbai news mumbai crime news mumbai