02 August, 2025 07:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રમીલાતાઈ મેઢે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની મહિલા પાંખ રાષ્ટ્રસેવિકા સમિતિનાં ભૂતપૂર્વ સંચાલિકા (અધ્યક્ષ) પ્રમીલાતાઈ મેઢેનું ગુરુવારે નાગપુર ખાતે અવસાન થયું હતું. તેઓ ત્રણ મહિનાથી બીમાર હતાં અને છેલ્લા ૧૫ દિવસથી તેમની તબિયત વધુ લથડી હતી જેને કારણે ગુરુવારે સવારે તેમના ઘરમાં જ ૯૬ વર્ષની ઉંમરે તેમનું નિધન થયું હતું. તેમની ઇચ્છા મુજબ તેમના મૃતદેહને આજે નાગપુરની ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS)માં સોંપવામાં આવશે. RSSના અધ્યક્ષ મોહન ભાગવત સહિત અનેક સ્વયંસેવકોએ તાઈના અવસાન પર દુ:ખ વ્યક્ત કર્યું હતું.