06 February, 2025 01:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સિયામંગ ગિબન નામના પ્રાણીનાં પાંચ બચ્ચાં
મુંબઈ કસ્ટમ્સને છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર મંગળવારની રાતે ક્વાલા લમ્પુરથી આવેલા પૅસેન્જર અબ્દુલ રહેમાન અહેમદ પાસેથી સિયામંગ ગિબન નામના પ્રાણીનાં પાંચ બચ્ચાં મળી આવ્યાં હતાં. ચેન્નઈના રહેવાસી અબ્દુલ રહેમાન અહેમદે એને પ્લાસ્ટિકના બૉક્સમાં છુપાવ્યાં હતાં. સ્મગલિંગનો ગુનો દાખલ કરીને અબ્દુલ રહેમાન અહેમદની ધરપકડ કરવામાં આવી છે. પાંચમાંથી ત્રણ સિયામંગ ગિબનના મૃત્યુ થઈ ગયા છે, જ્યારે બીજા બેની હાલત ગંભીર છે. જો તેઓ સાજા થઈ જશે તો તેમને પોતાના દેશમાં પાછા મોકલી આપવામાં આવશે. કાળા રંગના સિયામંગ ગિબન ખાસ કરીને મલેશિયા, થાઇલૅન્ડ અને સુમાત્રા ટાપુમાં જોવા મળે છે અને એ ઝાડ પર જ વિચરતાં હોય છે.